કાંકરેજ તાલુકાના વડા ગામે એક રહેણાંક મકાનની આગળથી 29

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકાના વડા ગામે એક રહેણાંક મકાનની આગળથી 29 એપ્રિલના રોજ કોઇ ચોરે પલ્સર મોટર સાઇકલની ચોરી કરી હતી. મકાન માલિક સવારે જોતા મોટર સાઇકલ ઘરની આગળના હોવાથી મકાનમાં લગાવેલ સીસીટીવી કેમરા જોતા ચોર બાઇક ચોરી કરતા દેખાયો હતો. થરા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી.

વડા ગામના પુનભા ભુરાજી વાઘેલા 29 એપ્રિલના રોજ શિહોરીથી આવવા માટે શિહોરીના પ્રતિકકુમાર દિનેશભાઇ સોલંકીનું જીજે-08-બીપી-5622 નંબરનું મોટર સાયકલ રાત્રીના 11 વાગ્યાના સુમારે પોતાના ઘરે લાવીને પાર્કિંગમાં મુક્યું હતું. બીજા દિવસે વહેલી સવારે ઉઠીને ઘરની બહાર જોતા મોટર સાઇકલ ના હતું. જેની જાણ પોતાના ભાઇને કરી હતી તેમજ ઘરની બહાર લગાવેલ સીસીટીવી કેમેરા જોતા રાત્રીના 3-45 ના સુમારે કોઇ અજાણ્યો શખસ મોટર સાઇકલને ચાલુ કરી ચોરી કરી લઇ ગયેલ દેખાય છે. મકાન માલિક બહાર અભ્યાસ કરતા હોવાથી અને શોધખોળ બાદ મોટર સાઇકલ ના મળતાં થરા પોલીસ સ્ટેશન ખાતે 9 મેના રોજ અજાણ્યા શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી. જેની તપાસ થરા પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...