તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુરમાં 60 લાખના ખર્ચે બનેલા ફાયર સ્ટેશનમાં પાલિકા કચરો એકઠો કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરમાં પાલિકાને ગુજરાત સરકારે ફાળવેલ બે ફાયર ફાઇટરને રાખવા માટે ગુજરાત સરકારની યુ.ડી.પી. 78 યોજના અંતર્ગત 60 લાખ રૂપિયાના ખર્ચે રવિધામ પાસે ફોરલાઇન હાઈવેની સાઈડમાં ફાયર સ્ટેશન દોઢ વર્ષ પહેલા બનાવ્યું હતું. જે સંપૂર્ણ રીતે તૈયાર છે,પરંતુ નગરપાલિકાના સત્તાધીશોની ઢીલી નીતિ કે નિષ્ક્રિયતાને કારણે આ ફાયર સ્ટેશન દોઢ વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે. અને નગરપાલિકા હાલમાં આ ફાયરસ્ટેશનમાં પ્લાસ્ટિકનો કચરો એકઠો કરે છે. પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત સોનીઅે જણાવ્યું કે શહેરમાંથી સૂકો અને ભીનો કચરો ઉઘરાવે છે. જેમાં પ્લાસ્ટિકનો કચરો જે આવે છે તે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ અમે એકઠો કરીએ છીએ.જે આ ફાયરસ્ટેશનમાં ભેગો થયા બાદ નિર્ધારિત સ્થળે મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...