તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લીમાં વરિયાળીના પાકમાં ફૂલ અાવવાની સાથે મોલો-મચ્છીનો ઉપદ્રવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
્અરવલ્લી જિલ્લામાં સતત ત્રણ દિવસથી વાદળછાયુ વાતાવરણ રહેવાથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. સતત વાદળછાયા વાતાવરણને કારણે વરીયાળીના પાકમાં મોલો મચ્છીનો ઉપદ્રવ વધતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જિલ્લામાં 10હજાર કરતાં વધુ જમીનમાં વરીયાળીના પાકમાં ફૂલ આવી ગયાં છે. આવા સમયે જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે.

ઊંચા ભાવ મળવાની આશાથી મોડાસા-ધનસુરા-બાયડ, માલપુર, મેઘરજ અને ભિલોડા તાલુકાના સાહસિક ખેડૂતોએ ચાલુ સીઝનમાં વરિયાળીની ખેતી કરતા જિલ્લામાં 10 હજાર હેક્ટર કરતાં વધુ જમીનમાં વરિયાળીની ખેતી થઇ હોવાનું જાણવા મળેલ છે.

અતિખર્ચાળ ગણાતી એવી વરીયાળીની ખેતીમાં ઊંચાભાવો અને વધુ ઉત્પાદન મેળવવા ખેડૂતો જમીનનો અવેરધવેર કરી બહારથી વરીયાળીનો ધરૂ તેમજ બીયારણ લાવી વરીયાળીના પાકની વાવણી કરી હતી.પરંતુ પાકમાં ફૂલ આવવાની સાથે મોલો મચ્છીનો ઉપદ્રવ વધી જતાં ખેડૂતો પાક ને બચાવવા માટે મોંઘી દવાઓનો છંટકાવ શરૂ કરવા છતાં જીવાત કાબૂમાં ન આવતાં ખેડૂતો પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો