Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત વિકાસ પરિષદ દ્વારા મોટિવેશન સેમિનાર
ભિલોડા : ભિલોડાની ભારત વિકાસ પરિષદ દ્વારા સંપર્ક, સેવા, સહયોગ અને સમર્પણની ભાવનાનો સેવાકીય સંસ્થાનો અભિગમ ધરાવે છે. આ સંસ્થા દ્વારા એન.આર.એ વિદ્યાલય, આર.જે.તન્ના પ્રેરણા મંદિર, અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલ, કોટેજ હોસ્પિટલ સહિત વિવિધ સંસ્થાઓમાં હિંમતનગર ના ડિવાઇન માઇન્ડ ડેવલોપમેન્ટના સહયોગથી (એક્સપ્લોરીગ ઇનર પાવર) આંતરિક શક્તિઓની ખોજ ,મનની સંપૂર્ણ શાંતિ, જીવનના લક્ષય પ્રાપ્તિ,સ્વાસ્થ્ય સુધાર,સામાજિક તથા આર્થિક વિકાસ,આધ્યાત્મિકતા સહિત જીવન જીવવાની કળા નો સંપૂર્ણ ચિતાર અને માર્ગદર્શન ટ્રેનર પ્રિયંકા તિવારી દ્વારા બાળકો ,કર્મચારીઓ, અધિકારીઓ અને વિવિધ સંસ્થાના હોદ્દેદારોને અપાયુ હતું. આ પ્રસંગે ર્ડા.એસ.ડી.પટેલ, મુકેશભાઈ પંચાલ, ટીડીઓ બરજોડ , રામઆવતાર શર્મા, જગદીશભાઈ પટેલ, રતનલાલ, આચાર્ય આર.કે.પટેલ, દેવાંગભાઈ બારોટ, મહિલા સંયોજક ઉર્વશીબેન બરંડા સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કૌશિક સોની