તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી ટાણે જ માણસાના15થી વધુ નેતા અને કાર્યકરોના કોંગ્રેસને રામરામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા |માણસા કોંગ્રેસમાં ભડકો થતા ભંગાણ થયું છે. શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ તુષાર જાની, કોર્પોરેટર્સ નિરમાબેન પ્રજાપતિ, કિર્તીભાઈ પરમાર, સુનિતાબેન દંતાણી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સોનલબેન સહિત 10 નેતા-કાર્યકરો પ્રદેશ અધ્યક્ષ વાઘાણીનીહાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આપરેશન પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીએ પાર પાડ્યું હતું.

ત્રણ કોર્પોરેટર સહિતના નેતાઓએ કમલમ ખાતે ભાજપનો ખેસ પહેર્યો
આ અંગે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ તુષાર જાણીએ કહ્યું કે, ‘હાલના શહેર પ્રમુખ જયંતીભાઈ પટેલ મારા કામમાં આવરોધ ઉભો કરતા. તેમનાં ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા મારા વિરુદ્ધ કાર્યવાહી કરી હડધૂત કરવામાં આવ્યો જે મુદ્દે રજૂઆત કરવા છતાં ધારાસભ્ય, જિલ્લા અને પ્રદેશના નેતાઆે સાંભળતા નથી એટલે પક્ષનો સાથ છોડ્યો છે.’

પક્ષના પ્રશ્નો બાબતે સ્થાનિક ધારાસભ્યના આંખ આડા કાન’

સોનલબેન અને ગાંધીનગર જિલ્લા સમિતિના મંત્રી પિયુષભાઈએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, ‘તાલુકા સંગઠનમાં જી હજુરી અને ચાપલુસીથી સંનિષ્ઠ કાર્યકરોની ધરાર અવગણના અને તે અંગે અગ્રણીઓને રજુઆત કરવા છતાં કોઈ વાત ધ્યાને લેવામાં આવતી નહોતી. સ્થાનિક ધારાસભ્ય પણ આંખ આડા કાન કરતાં હોય અમારે પક્ષ છોડવા મજબૂર બનવું પડ્યું છે.’તેવી આ મામલે તેઓએ સ્પષ્ટતા કરી હતી.

આ અંગે શહેર પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે,‘ જવાવાળા લોકોને સ્વેચ્છાએ જવું હતું તો ગયા, એમાં આપણે કંઈ કરી શકીએ નહીં. તો બીજી તરફ પાલિકાના ત્રણ સભ્યો જવા બાબતે પાલિકા વિપક્ષ નેતા વિજયસિંહ રાઓલે કહ્યું કે,‘તેઓની નાણાકીય માંગણીઓ સતત ચાલુ રહેતી અને કેટલાક તેમના અંગત કામો પાર પડાવવા અમારી પર દબાણ કરતા હતા. પરંતુ તે શક્ય ન હોય તેઓએ આવા અંગત સ્વાર્થ માટે ભાજપ જોડાયા હોય તેવું લાગી રહ્યું છે.’આ ઘટનાથી રાજકારણ ગરમાયુ છે.

પૂર્વ ધારાસભ્ય સહિત માણસા કોંગ્રેસના 15થી વધુ સ્થાનિક નેતા-કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. તસવીર: હરિશ્વંદ્રસિંહ રાઓલ

અન્ય સમાચારો પણ છે...