મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા અનુષ્ઠાન શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા : મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ-પ્રતિષ્ઠા થયા બાદ પ્રથમવાર ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થતાં ગાયત્રી પરિવાર દ્વારા વિશેષ ચિંતન-મંથન બેઠકમાં મોડાસા ગાયત્રી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીની ઊજવણીનું આયોજન કરાયું છે. જેમાં ગાયત્રી પરિવારના કંસારાએ જણાવ્યું કે, ચૈત્રી નવરાત્રી દરમિયાન મોડાસા તેમજ આજુબાજુના ગામડાંઓમાં અનુષ્ઠાન,સાધના,મંત્ર લેખન અભિયાન હાથ ધરાયું છે. સાથે સાથે મોડાસા ચેતના કેન્દ્ર ખાતે વિશેષ મંત્ર ચાલીસાના સામૂહિક પાઠનું પણ અાયોજન કરાયું હતુ.