મોડાસા નગરપાલિકાએ વેરા ઝુંબેશ દરમિયાન રૂ. 4.53 કરોડ વસુલ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત દરમિયાન 4.53 કરોડ રૂપિયાની ટેક્ષની વસુલાત કરવામાં આવી છે. પાલિકાએ અત્યાર સુધીમાં 65.30% વસુલાત કરી હોવાનુ મેયર સુભાષભાઇ શાહે જણાવ્યુ હતું. શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં મિલ્કતો ધરાવતા બાકીદારો સામે આગામી સમયમાં મિલ્કત જપ્તીથી લઇને જાહેર હરાજી સુધીની કાર્યવાહી હાથ ધરાઇ હોવાનુ ચીફ ઓફિસર પ્રણવ પારેખ દ્વારા જણાવામાં આવ્યુ હતું.

અત્યાર સુધીમાં શહેરના બસસ્ટેન્ડ વિસ્તાર સુકા બજાર, કોલેજ રોડ અને શરાફ બજારમાં આવેલી દુકાનો અને ગોડાઉન સહિત 15 મિલ્કતોને સીલ કરવામાં આવી હતી. જયારે વર્ષોથી વેરો ન ભરતા મકાન માલિકો સામે પાલિકાએ લાલ આંખ કરતા 70 જેટલા નળ કનેકશન કાપવામાં આવ્યા હોવાનુ પાલિકાના અધ્યક્ષ રૂપેશ ઝાલાએ જણાવ્યુ હતું. 80.05% ચાલુ વસુલાત થઇ છે. જો કે પાલિકાની ટીમે 100% ટેક્ષ વસુલાત ઝુંબેશ દરમિયાન કવાત હાથ ધતા પાછલી બાકી 43.47% વેરા વસુલાત થઇ હોવાનુ કુંજલ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...