તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટાયર ફાટતાં ટેન્કર રોડની સાઇડે ઊભેલા હઠીપુરાની દૂધડેરીના મંત્રીને અથડાતાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા-શામળાજી હાઇવે પર આવેલા બ્રહ્મપુરી પાટિયા પાસે હઠીપુરાનો એક વિકલાંગ અને અન્ય સ્કૂટીચાલક યુવાન શૌચક્રિયા કરવા ઉભા હતા. દરમિયાન ટેન્કરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા વિકલાંગ યુવાનને ટેન્કર ઢસડી જતાં ઘટનાસ્થળે તેનું મોત નિપજ્યું હતું. સ્કૂટીચાલક ટેન્કરને જોઇને કૂદી પડતાં તેનો બચાવ થયો હતો.

હઠીપુરાનો વિકલાંગ અને હઠીપુરા દૂધ મંડળીના સેક્રેટરી અરવિંદભાઇ વાલમભાઇ પગી અને રમેશભાઇ પાડોર દૂધ મંડળીના ચેરમેન બંન્ને સ્કૂટી લઇને કામકાજ અર્થે બહાર ગામ ગયા હતા. દરમિયાન બંને મોડાસા-શામળાજી હાઇવે પરના બ્રહ્મપુરી પાટિયા પાસે રોડની સાઇડમાં શૌચક્રિયા કરવા માટે ઉભા હતા. મોડાસા તરફથી ધસમસતું આવતું ટેન્કર નંબર PB-02-CR 5900 નું અચાનક ટાયર ફાટતાં ચાલકે ટેન્કર પરનો કાબુ ગુમાવતાં ટેન્કર શૌચક્રિયા કરવા ઉભા રહેલા વિકલાંગ અરવિંદભાઇ વાલમભાઇને ટક્કર મારી તેને ઢસડી જતાં વિકલાંગનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ દુર્ઘટનામાં સ્કૂટીચાલક રમેશભાઇ પાંડોર ટેન્કરને જોઇને કૂદી પડતાં તેનો બચાવ થયો હતો. જો કે તેને પણ શરીરે ઇજાઓ થતાં 108 દ્વારા સારવાર માટે ખસેડાયો હતો.

દૂધમંડળીના ચેરમેન પણ ઘાયલ થયા
અન્ય સમાચારો પણ છે...