ભૂલા પડેલા 3 વર્ષના બાળકનો સોશિયલ મીડિયાથી પરિવાર સાથે મિલાપ

Visnagar News - mille with 3 year old child from social media and family 080506

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:05 AM IST
વિસનગર શહેરના નવાવાસમાં રહેતું ત્રણ વર્ષનું બાળક રમતાં રમતાં ભૂલથી સવાલા દરવાજા વિસ્તારમાં આવી જતાં તેને પોલીસને સોંપાયું હતું. સોશિયલ મીડિયા થકી બાળકના પિતાની ભાળ મેળવી તેમને સોંપવામાં આવતાં સવારથી બાળકને શોધતા પિતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.

નવાવાસ ખાતે રહેતા અલ્તાફભાઇ મયુદ્દીન કુરેશીનો ત્રણ વર્ષનો દીકરો જયાન શુક્રવારે ઘરેથી રમતાં રમતાં સવાલા દરવાજા વિસ્તારમાં આવી ગયો હતો. આ બાળકને શહેર પોલીસ મથકે લઇ જવાયો હતો. જેની પૂછપરછ કરતાં બાળક બોલી શકતું ન હોઇ પોલીસ મૂંઝવણમાં મુકાઇ ગઇ હતી. જેમાં વુમન કોન્ટેબલ સાથે તેની સારસંભાળ કરાવી બાળકના ફોટા વોટસએપ ગૃપ સહિત સોશિયલ મીડિયામાં મુકી બાળક માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું. પોતાનું બાળક ગુમ હોઇ શોધી રહેલા અલ્તાફભાઇને ખબર પડતાં તેઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા. જ્યાં પોલીસે બાળક તેના પિતાને સોંપ્યું હતું. આ અંગે શહેર પીઆઇ એમ.આર. ગામેતીએ જણાવ્યું કે, ટ્રાફિકની કામગીરી દરમિયાન બાળક અમને મળી આવ્યું હતું.

X
Visnagar News - mille with 3 year old child from social media and family 080506

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી