તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢ તાલુકાના જુદાજુદા વિસ્તારના સદસ્યો પોતાના વ્યક્તિગત કામોને લઇ સ્થાનિક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢ તાલુકાના જુદાજુદા વિસ્તારના સદસ્યો પોતાના વ્યક્તિગત કામોને લઇ સ્થાનિક સત્તાધીશોથી નારાજ હતા. સ્થાનિક રજૂઆતો કોઇ સાંભળનાર નથી, કોઇના કામ થતા નથી. જેથી વ્યથિત અમીરગઢ તાલુકા પંચાયતના 13 સદસ્યો પૈકી 11 સદસ્યોએ પાલનપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજીનામું આપવા સોમવારે સવારે દોડી આવ્યા હતા. સભ્યોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે તાલુકા પંચાયતના તમામ અધિકારીઓથી નારાજ છીએ. અમારા કોઈના કામ થતા નથી. જેથી અમે રાજીનામું આપવા આવ્યા છીએ.’ ઢોલીયા તાલુકા પંચાયતની સીટના સભ્ય મણાભાઇ ચૌહાણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું ચાર ગામોનું પ્રતિનિધિત્વ કરું છું, પણ મારું કોઇ કામ થતું નથી.’ ધનપુરા તાલુકા પંચાયતના સભ્ય વનાભાઇ ગમારે જણાવ્યું હતું કે દોઢ મહિના પહેલા અમારા વિસ્તારમાં હલકું કામ થયું હતું. જેની ફરિયાદ મેં અમીરગઢ તાલુકા પંચાયતમાં કરી હતી. ટીડીઓનું અને ડીડીઓનું લેખિતમાં ધ્યાન દોર્યું હતું તેમ છતાં આ મામલે કોઇપણ પ્રકારની ગંભીરતા લેવાઈ નથી.’ જોકે રિસાઇને પાલનપુર આવેલા પંચાયત સદસ્ય જિલ્લા ભાજપના વરિષ્ઠ નેતાઓએ બેસાડીને એક પછી એક બાબતની નિરાકરણની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો