મહેસાણા એલસીબીએ ધરોઇ બંધ નીચે સાબરમતી નદીના પટમાં આવેલા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા એલસીબીએ ધરોઇ બંધ નીચે સાબરમતી નદીના પટમાં આવેલા રોડ પરથી રૂ.1.81 લાખનો વિદેશીદારૂ ભરેલી બે કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.

મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ. નિનામા સહિત સ્ટાફ સતલાસણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, ત્યારે રાજસ્થાનના મામેર ઠેકા પરથી દારૂ ભરી બે ખાનગી કાર વડાલી તરફથી નીકળી ધરોઇ ગામ પાસે સાબરમતી પટમાંથી પસાર થનાર હોવાની બાતમી મળી હતી. જે આધારે ખાનગી વાહનોથી આડશ કરી મારૂતિ સ્વીફટ કાર (GJ 02 BH 9390)ની સાથે વાઘેલા વસરાજસિંહ ઉર્ફે સલ્લુ ભારતસિંહ (રહે.રામનગર, વિજયાસર માતાજી મંદિર, તા. દાંતીવાડા)ને ઝડપી કારમાં તપાસ કરતાં દારૂની 708 બોટલો તથા બિયરના 240 ટીન મળી રૂ.1,23,120 તથા કાર મળી રૂ.5,23,120નો મુદ્દામાલ કબજે લીધો હતો.

જ્યારે અલ્ટો કાર (GJ 24 AA 5746)માં સવાર ગૌસ્વામી આશીષગીરી અરવિંદગીરી વીરગીરી (રહે.બ્રહ્માણીનગર સોસાયટી, ખોલવાડા, તા.સિદ્ધપુર) પાસેથી 288 બોટલ દારૂ રૂ.58,416 તથા કાર મળી રૂ.3,08,416ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...