તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનો દિવ્યાંગ યુવકનું પરિવાર સાથે મિલન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજાપુર પોલીસે રખડતી હાલતમાં મળેલા મનો દિવ્યાંગ યુવકને જલારામ સેવા ટ્રસ્ટને સોંપ્યા બાદ ટ્રસ્ટના સંવાહકો દ્વારા હાથ ધરાયેલી પૂછપરછમાં તે ભાવનગરનો હોવાનું જાણવા મળ્યું હતું. આથી ટ્રસ્ટે ભાવનગર પોલીસની મદદ લઇ તેના પરિવારનો સંપર્ક કરતાં પોતાના પરિવારજનોને જોઇ યુવકમાંથી આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.

વિજાપુર પોલીસે મનો દિવ્યાંગ યુવક અંગે હિંમતનગર અને વિસનગરમાં ચાલતા જલારામ સેવા ટ્રસ્ટને જાણ કરી હતી. જેથી આ યુવકને હિંમતનગર ચાલતા દિવ્યાંગ આશ્રમમાં રખાયો હતો અને આશ્રમના સંચાલક જેઠાકાકા, વિસનગર શાખાના કાર્યકર ભરતભાઇ પટેલ, પિનાકીનભાઇ દ્વારા યુવકનું કાઉન્સેલીંગ કરાતાં યુવકે તેનું નામ નૈયા શૈલેશભાઈ હોવાનું તેમજ તેની પત્નીનું નામ કાશીબેન અને પુત્રનું નામ તુષાર હોવાનું જણાવ્યું હતું તેમજ તે ભાવનગરના વાલ્મિકીનગરમાં રહેતો હોવાનું જણાવતાં સંચાલકોએ ભાવનગર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.વી. પાનમીયાનો સંપર્ક કર્યો હતો. જેમાં પોલીસે તપાસ કરી પરિવારને જાણ કરી હતી, જેથી યુવકની પત્ની અને પુત્ર હિંમતનગર પહોંચ્યા હતા. જ્યાં લાંબા સમયથી વિખૂટા પડી ગયેલા શૈલેશભાઇએ પત્ની અને પુત્રને જોતાં આંખમાંથી આંસુ આવી ગયા હતા. અને સંચાલકોએ નૈયા શૈલેશભાઇનો કબજો તેમના પરિવારજનોને સોંપ્યો હતો.

વિજાપુર નજીક રખડતાં મનો દિવ્યાંગ યુવકને જલારામ ટ્રસ્ટે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો