તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા માઝુમ મેશ્વો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા માઝુમ મેશ્વો અને વૈંડી જળાશયમાં વરસાદી પાણીનો 100 ટકા જથ્થો ઉપલબ્ધ થતા જળાશયો વરસાદી પાણીથી છલોછલ ભરાઇ ગયા છે. જ્યારે જિલ્લાના વાત્રક જળાશયમાં પણ 1330 કયુસેક પાણીની આવક શરૂ હોવાથી રવિવારે સાંજે વાત્રક જળાશયની સપાટી 95 ટકા પહોંચી હતી. જે સોમવાર સુધીમાં વાત્રક છલોછલ ભરાઇ જવાની શકયતા સિચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દિપકભાઇ પંડયાએ વ્યક્ત કરી હતી.

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મોડાસા પાસેના માઝુમ જળાશયની સપાટી 157.20 ઉપર પહોચતા માઝુમમાં 100 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. માઝુમમાં 300 કયુસેક પાણીની આવક થતા સિચાઇ સત્તાવાળાઓ દ્વારા રૂલ લેવલ સાચવવા માઝુમ નદીમાં 3000 કયુસેક પાણી છોડવામાં આવતા નદી કિનારાના ગામડાઓને સાવચેત રહેવા સિંચાઇ વિભાગે જાણ કરી છે. શામળાજીના મેશ્વો જળાશયની સપાટી પણ 215 મીટર ઉપરાંતના લેવલે પહોંચતા 100 ટકા પાણીથી ભરાઇ ચુકયો છે. મેશ્વોમાં રૂલ લેવલ સાચવવા સિંચાઇ વિભાગ દ્વારા 700 કયુસેક પાણીની આવક થતા 700 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. વૈડી જળાશયની સપાટી 199.27 મીટરે પહોચી છે. પરિણામે જળાશયમાં અત્યારે 1530 કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે. જિલ્લાના લાંક જળાશયની પાણીની સપાટ 11.55 પહોચી છે. પરિણામે જળાશય 100 ટકા પાણીથી છલોછલ ભરાઇ ગયુ છે. લાંક જળાશયમાંથી 576 કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે.

જિલ્લાના સૌથી મોટા ગણાતા વાત્રક જળાશયની સપાટી રવિવારે સાંજ સુધીમાં 136.02 મીટરે પહોચી છે. જળાશયમાં 1330 કયુસેક પાણીની આવક થઇ હોવાથી સોમવાર સાંજ સુધીમાં વાત્રક જળાશય છલોછલ ભરાઇ જવાની શકયતા સિંચાઇ વિભાગે વ્યક્ત કરી છે. વાત્રક જળાશયમાં અત્યારે 95 પાણીથી છલોછલ ભરાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...