માણસા નગરપાલિકાએ દબાણ હટાવ્યાં: 5 લારી જપ્ત થતાં દોડધામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા|માણસામાં બસ સ્ટેન્ડ થી મસ્જિદ ચોક સુધી ખડાયેલા દબાણને પગલે વાહનચાલકો સહિતના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જેને પરિણામે માણસા પાલિકા દ્વારા દબાણ હટાવીને પાંચ લારી અને ત્રણ વજન કાંટા જપ્ત લીધા છે જેથી લારીઓવાળામાં રોષ છે. માણસાના દબાણ અધિકારી ઉપર હુમલાથી સરદાર માર્કેટના સામે ટાઉન પોલીસ ચોકી બનાવાઈ છે.

વાહનોના આડેધડ પાર્કિંગથી લોકોને હાલાકી પડતી હોવાની ફરિયાદો
માણસામાં દબાણની બદી દિનપ્રતિદિન વધી રહેતા વાહન ચાલકો અને નગરવાસીઓ માટે માથાના દુખાવા સમાન બની રહી હતી. દબાણને દુર કરવા માટે ગયેલા નગરપાલિકાના દબાણ અધિકારી ઉપર હુમલાની ઘટના બનતા પોલીસ ફરિયાદ કરી હતી. દબાણ અધિકારી ઉપર હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં દબાણો દુર થઇ ગયા હતા. ઉપરાંત સરદાર માર્કેટ આગળ વાહનોના આડેધડ પાર્કિંગને પગલે લોકોને હાલાકી પડી રહી હતી. ત્યારે માણસા પોલીસ દ્વારા સરદાર માર્કેટ આગળ પોલીસ ચોકી બનાવવામાં આવતા ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. માણસામાં બસ સ્ટેન્ડ થી મસ્જિદ ચોક સુધી ઉભી રાખતા લારીઓ વાળા જાણે કાયદાની કંઇ જ પડી નથી તેવી સ્થિતિ બની રહી હતી.

દબાણ દુર કરવાની લોકોમાં ઉઠતી માંગને પગલે માણસા નગરપાલિકા દ્વારા આજરોજ દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બસ સ્ટેન્ડ થી મસ્જિદ ચોક સહિતના વિસ્તારમાં રોડ ઉપર ખડકાયેલા દબાણને દુર કરવામાં આવતા લારીઓવાળામાં ફફડાટ વ્યાપી ગયો હતો. નગરપાલિકા દબાણ દુર કરવાની જાણ લારીઓવાળાને થઇ જતા અમુક લારીઓવાળા જતા રહ્યા હતા. જ્યારે દબાણ દુર કરવાની કામગીરીમાં નગરપાલિકા દ્વારા માત્ર પાંચ લારીઓ અને ત્રણ વજનકાંટા જપ્ત લીધા હતા. ઉપરાંત હવે પછી દબાણ જોવા મળશે તો કડક પગલાં લેવામાં આવશે તેવી નગરપાલિકા દ્વારા જાહેરાત કરાતા વેપારીઓમા ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

માણસા નગરપાલિકાએ પાંચ લારીઓ અને ત્રણ વજન કાંટા સહિત જપ્ત કરીને દબાણ દુર કરતા ભારે દોડધામ મચી હતી. તસવીર: હરિશ્વંદ્રસિંહ રાઓલ

અન્ય સમાચારો પણ છે...