તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાના ભદ્રામલીમાં મામાએ સગીર ભાણીનું અપહરણ કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડીસા તાલુકાના ભદ્રામલી ગામેથી એક સપ્તાહ અગાઉ સગીર વયની ભાણીનું અપહરણ કરનાર મામા સામે સગીરાની માતાએ ડીસા તાલુકા પોલીસ મથકે અપહરણ સહિતની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભદ્રામલી ગામે રહેતાં દેવીપૂજક પતિ-પત્ની 06 માર્ચના રોજ ડીસા ખાતે હોસ્પિટલમાં ગયા બાદ બપોરે ત્રણેક વાગ્યાના સુમારે ઘરે પરત ફરતાં તેમની 16 વર્ષીય દિકરી નજરે પડી ન હતી. જેથી પરીવારના અન્ય સભ્યોને પૂછપરછ કરતાં તેમની દિકરી ખેતરવાળા રસ્તેથી પગપાળા સમૌ તરફ જતી હોવાની માહિતી મળી હતી. આથી સગીરાની માતાએ તપાસ કરતાં તેમની દિકરીને કિશનકુમાર હરચંદભાઇ દેવીપૂજક (રહે.રાનેર,તા.કાંકરેજ) લઇ જતો હોવાનું કુટુંબીજનો અને ગામના માણસોએ જણાવ્યું હતું. આથી એક સપ્તાહ બાદ પણ સગીરાની કોઇ ભાળ ન મળતાં તેણીની માતાએ ડીસા તાલુકા પોલીસ મથકે કિશનકુમાર હરચંદભાઇ દેવીપૂજક સામે અપહરણ સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ એમ.જે.ચૌધરી ચલાવી રહ્યાં છે.

કાંકરેજના રાનેર ગામના શખ્સ સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો