તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલપુર PHCમાં સિઝેરિયન ઓપરેશન વ્યવસ્થાનો અભાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલપુર તાલુકાની સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સિઝેરિયન ઓપરેશન માટે સગર્ભા મહિલાઓ માટે સિઝેરિયન ઓપરેશનની વ્યવસ્થા ન હોવાના કારણે દર્દીઓને આજુબાજુના મોટા શહેરોમાં અથવા ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડે છે. જો કે આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની પણ નિમણૂંક કરાઇ છે. શુક્રવારના રોજ પાબલિયા પાસ આવેલ જીતપુરની મહિલા ઓપરેશન માટે આવી હતી. પરંતુ વ્યવસ્થા ન હોવાથી મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવુ પડ્યું હતુ.

માલપુર તાલુકાની સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સિઝેરિયન ઓપરેશન માટે સર્ગભા મહિલાઓ માટે ઓપરેશનની વ્યવસ્થાન હોવાથી સારવાર માટે આવતી સગર્ભાઓ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ માલપુર આરોગ્ય કેન્દ્રમાં સિઝેરિયન મશીનની વ્યવસ્થા કરાઇ છે. જેને માટે ડોક્ટર પ્રિયંક પટેલની નિમણૂંક કરાઇ છે.

આ અંગે તાલુકા આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર પ્રતિક્ષાબેને જણાવ્યું કે ડોક્ટરની નિમણૂંક થઇ ગઇ છે. હવે નજીકના સમયમાં ઓપરેશન થિયેટર ચાલુ કરી દેવામાં આવશે.

પાબલિયા પાસે આવેલ જીતપુરની મહિલા ઓપરેશન માટે આવી હતી વ્યવસ્થા ન હોવાથી મોડાસા જવું પડ્યું હતુ. જસુ ભરવાડ

અન્ય સમાચારો પણ છે...