તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાનેરા તાલુકાના માલોત્રા તેમજ મોટામેડા ગ્રામ પંચાયની સહીત સાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા તાલુકાના માલોત્રા તેમજ મોટામેડા ગ્રામ પંચાયની સહીત સાત પંચાયતોના વોર્ડની પેટા ચુંટણી યોજાવાની છે. જેને લઇ ઉમેદવારી ફોર્મ ભરવાનો શનિવારે છેલ્લો દિવસ હોવાથી માલોત્રા ગ્રામ પંચાયતમાં સરપંચની બેઠક સામાન્ય બીન અનામત માટે 10 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જ્યારે પંચાયતના 12 વોર્ડની ચુંટણી માટે 35 ઉમેદવારી ફોર્મ રજુ થયા હતા.ત્યારે મોટામેડા ગ્રામ પંચાયતમાં સરપંચની બેઠક અનુ.જાતિ સ્ત્રી અનામત હોવાથી સરપંચ માટે 4 ઉમેદવારો મેદાનમા છે.તેમજ વોર્ડની 8 બેઠકો માટે 21 ઉમેદવારોએ ફોર્મ રજુ ભર્યા છે.જેને જોતા બંન્ને ગામોનુ રાજકારણ ગરમાયુ છે.ત્યારે બીજી તરફ ધાનેરા તાલુકાની 7પંચાયતોમાં વોર્ડની અનુ.આદિજાતી સામાન્ય બેઠકો ખાલી હોવાથી તેમની પેટા ચુંટણી યોજાઇ હતી.જેમાં આ ગામડાઓમાં કોઇ અનુ.આદિજાતીના લોકો ન હોવાથી તેમાં એક પણ ફોર્મ ભરાયુ ન હતુ.આ અંગે ચુંટણી અધિકારી અને ના.મામલતદાર ડી.કે.પટેલે જણાવ્યુ હતુ કે શનિવાર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો.અને આ ફોર્મની ચકાસણી સોમવારે કરાશે તેમજ ફોર્મ પાછા ખેચવાનો દિવસ મંગળવારે રાખ્યો છે અને જો ચુંટણીની જરૂર પડશે તો 12 ઓક્ટોમ્બરના રોજ યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...