તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરીયામાં સધી માતાના મંદિરે મહારૂદ્ર યજ્ઞ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરીયા:પ્રાંતિજના સળવાડા બોરીયામાં સધીમાતાના મંદિરે ચાલતી નવરાત્રી ઉત્સવના ભાગરૂપે અંતીમ દિવસે મહારૂદ્ર યજ્ઞનું આયોજન કર્યુ હતુ. જેમાં બે મહાન સંતોની પધારામણી થતા ગ્રામજનોએ સામૈયુ કર્યુ હતુ. આ ઉત્સવમાં વસંતરામ મહરાજે વિધિવત કુંજીકાસ્ત્રોતના 1 લાખ મંત્રોની આહુતી યજમાનોએ યજ્ઞમાં અર્પીત કરી હતી. રાત્રે નવદંપતીએ રાખેલી સધી માતાની માનતા પૂર્ણ કરવા 19 ફુલોના ગરબા શ્રધ્ધા સાથે પૂર્ણ કરી હતી.અંતિમ દિવસે મહાઆરતીનું પણ આયોજન કરાયુ હતુ. સમગ્ર પાટોત્સવ અને નવરાત્રી મહોત્સ્વનું આયોજન માતાજીના સેવક નરેન્દ્રસિંહ રાઠોડ, મૂળસિંહ રાઠોડ સહિત ગ્રામજનોએ સંભાળી લીધુ હતુ. તસવીર-કાળુસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...