જુનાડીસાના મહાકાળી આશ્રમના મહંત અશોકગીરી મહારાજે વડગામ તાલુકાના માહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જુનાડીસાના મહાકાળી આશ્રમના મહંત અશોકગીરી મહારાજે વડગામ તાલુકાના માહી ગામની મુસ્લિમ મહિલાને ધર્મની બહેન બનાવી હતી. જેની દીકરીના બુધવારે લગ્ન હોવાથી રૂ. 3.30 લાખનું મામેરું ભરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.

વડગામ તાલુકાના માહી ગામે રહેતા ઇલીયાશભાઈ દાઉદભાઈ મરેડિયા (લડકા) ગાડી લે વેચનો ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવે છે. ત્યારે જુનાડીસા મહાકાળી આશ્રમના મહંત અશોકગીરી મહારાજ ઉર્ફે જય ગિરનારી મહારાજ દોઢ વર્ષમાં બે થી ત્રણ વાર ગાડી લેવા જતા પરીવાર જેવો સંબધ બંધાઇ ગયો હતો.

જેમાં ઇલીયાશભાઇના પત્ની નસીમબેનને ધર્મની બેન બનાવેલ હતી.દરમિયાન બુધવારે તેમની દીકરી આસેફાના લગ્ન હોવાથી જુનાડીસાથી મહંતે રૂ. 3,21,000 રોકડા તથા નવ હજારની ચીજ વસ્તુઓ સહિત રૂ. 3,30,000નું મામેરૂ ભરતાં ત્યાં હાજર દરેકની આંખો હર્ષથી છલકાઈ ગઈ હતી.

ધર્મના ભાઇ એવા એક મહતે મુસ્લિમ દીકરીનું મામેરું ભરી કોમી એક્તાના દર્શન કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...