તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરા રેલવે સ્ટેશન નજીક મહાદેવીયાના ખેતમજૂરની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાના મહાદેવીયા ગામના ખેતમજૂરની ધાનેરાના રેલવે સ્ટેશન નજીક બાવળોમાંથી મૃત હાલતમાં લાશ મળી હતી. પરિવારજનો સંાજે ધાનેરા આવી લાશની ઓળખ કરતાં પોસ્ટમોર્ટમ કરાયું હતું.

ધાનેરામાં સોમવારે વહેલી સવારે રેલ્વે સ્ટેશન નજીકમાં બાવળની ઝાડીમાં એક આધેડની લાશ જોવા મળતા લોકોએ તાત્કાલીક ધાનેરા પોલીસનો સંપર્ક કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં આ મરણ જનાર પાસેથી કોઇજ કાગળ કે અન્ય વસ્તુ મળી ન આવતા લાશને બીનવારસી તરીકે રેફરલ હોસ્પિટલમાં લાવી હતી અને તેના ફોટા ગૃપમાં મુકતા મોડી સાંજે આ ફોટા જોતા તેના વાલીવારસો ધાનેરા રેફરલ હોસ્પીટલમાં આવીને ઓળખ થતાં આ મૃતક નું નામ પોપટજી ચમનજી ઠાકોર (રહે.મહાદેવીયા,તા. ડીસા) અને હાલમાં ડીસા તાલુકાના રમુણ ગામે ભાગથી ખેતીનું કામ કરતા હતા. તેઓ રવિવારે બહાર ગામ જવાનું કહીને નિકળ્યા હતા. મૃતકને વાલી વારસાને સોંપી ધાનેરા પોલીસે અકસ્માતે મોતનો ગૂનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો