તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુલતાનપુર પાસે મહાદેવનો પ્રતિષ્ઠા મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર : વડનગર તાલુકાના સુલતાનપુર રાજપુર ત્રણ રસ્તા પાસે આવેલા પ્રાચિન મહોદવના મંદિરનો જીર્ણોધ્ધાર થતાં નવીન મંદિરનો રવિવારે પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.જેમાં સવારે યજ્ઞ,પંચાંગ કર્મ,મંડપ પ્રવેશ, બપોરે ગ્રહહોમ,મૂર્તિ સ્નપન- ન્યાસ-શાંતિપૌષ્ટિક હોમ,મૂર્તિ પ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.શાસ્ત્રી યોગેશભાઈ સહિત ભૂદેવોએ યજ્ઞ કરાવ્યા હતા.આ ધાર્મિક પ્રસંગમાં વડનગર,સુલતાનપુર સહિત ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા યુવાનો ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...