તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંતલપુર તાલુકામાં મગળવારે થયેલા કરા સાથેના વરસાદમા લોદરાગામે વૃદ્વ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંતલપુર તાલુકામાં મગળવારે થયેલા કરા સાથેના વરસાદમા લોદરાગામે વૃદ્વ મહિલાનુ માથામા કરો પડતા થયેલી ઇજાથી મોત નિપજ્યુ હતુ. જયારે ડાલડીગામે વીજળી પડતા યુવકનુ મોત નિપજ્યુ હતુ.

સાંતલપુરતાલુકામાં મંગળવારે અચાનક હવામાનમાં પલટો આવતા વીજળી કરા અને વરસાદ પડયો હતો ત્યારે લોદરાગામે પરમાબેન હીરાભાઈ ઠાકોર ઉંમર વર્ષ 65 તેઓ કરા પડતા હતા ત્યારે કરા ભેગા કરી રહ્યા હતા ત્યારે અચાનક મોટા કરા તેમના માથાના ભાગે વાગતા તેઓ બેભાન થઈ ગયા હતા તેમને ખાનગી વાહન દ્વારા રાધનપુર ખાતે આવેલ સાઇકૃપા હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારે હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા તેવુ મૃતકના પુત્ર બાબુભાઈ હીરાભાઈએ જણાવ્યુ હતુ.

જ્યારે બીજી ઘટના ડાલડીગામના મલેક મજીદખાન મનુભા ઉંમર વર્ષ ૨૩ પોતાના ખેતરમાં જીરુ લેવા માટે ગયા હતા ત્યારે તેમના ઉપર વીજળી પડતા તેમનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. મલેક મજીદ ખાન બે કલાક સુધી ઘરે પર ન આવતા તેમના પિતા દ્વારા મોબાઇલ પર સંપર્ક કરતા સંપર્ક ન થતાં તેઓ ખેતરે દોડી ગયા હતા અનેબે કલાકની શોધખોળ બાદ તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.વીજળી વેરણ બનતા પિતાએ એકનો એક પુત્ર ગુમાવ્યો હતો.અા ઘટનામા તલાટી દ્વારા પચનામુ કરાયું હતું.જ્યારે લોદરા ગામના ઠાકોર મણિલાલ લાલાભાઇઅે જણાવ્યું હતું કે લોદરા ની અંદર વાવાઝોડા અને કરા પડવાને કારણે 300 થી 400 મકાનને નુકસાન છે.

અન્ય સમાચારો પણ છે...