તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદલપુર સેવાસેતુમાં સ્થાનિક ડેલીગેટની બાદબાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર તાલુકાના ઉદલપુર ગામમાં ગત 6 ડિસેમ્બરના રોજ ઉદલપુર, ધામણવા, કામલપુર(ખ), ગણપતપુરા, થુમથલ, ગુંજાળા અને વિષ્ણુપુરા ગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 347 અરજદારોની અરજીઓનો નિકાલ કરાયો હતો. જે સેવાસેતુ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન અને ઉદલપુર તાલુકા સદસ્ય ભરતભાઇ શંભુભાઇ પટેલ અને ગુંજાળા તાલુકા સદસ્ય કાન્તાબેન ચાૈધરીને જાણ કરી ન હોવાની રાવ સાથે ભરતભાઇઅે રાજ્યકક્ષાના પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારને રજૂઅાત કરી હતી જેમાં તેમણે અા વિસ્તારની અામ જનતા સાથે અમો સંકળાયેલા અને ચૂંટાયેલા પ્રતિનિધિઅો છીઅે અને સરકારની યોજનાનો પ્રજાજનોને લાભ અપાવી શકેલ નથી જેથી ફરીથી સેવા સેતુ કાર્યક્રમનો લાભ મળે તે માટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...