તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલ બહાર સૂતેલા યુવક પર લોડર ટ્રેકટર ફળી વળતાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| કડી તાલુકાના કલ્યાણપુરા ગામે રામદેવ ઓઇલ મિલની બહાર સૂઇ રહેલા યુવાનના શરીર ઉપર લોડર ટ્રેકટર ફરી વળતાં ગંભીર ઇજાના કારણે તેનું મોત થયું હતું.

ઉદયપુરના સુએરી ગામના શોડવીયા બદ્રીલાલ દેવીલાલના કુટુંબી ભાઇ બંસીભાઇ શુક્રવારે રાત્રે કલ્યાપુરા ગામે આવેલી રામદેવ ઓઇલ મિલની બહાર સૂઇ ગયા હતા. ત્યારે મિલના લોડર ટ્રેકટર (જીજે 02 એએન 0973)ના ચાલકે બંસીભાઇ ઉપર ચડાવી દેતાં તેમને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દવાખાનામાં લઇ જવાતા મોત થયું હતું. બદ્રીલાલ દેવીલાલે બાવલુ પોલીસમાં ટ્રેકટર ચાલક હર્ષદ અરવિંદભાઇ પટેલની સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...