તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડી ST ડેપોમાં ડ્રાયવર અને ઈન્ચાર્જ એટીઆઇ રજા મામલે બાખડી પડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ પટેલ રજા માગવા જતા એટીઆઈ એ ચૈત્રી મેળાના કારણે રજા આપવાની ના પાડતા બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બાખડી પડતા ડ્રાઈવરને પેટના ભાગે લાત વાગતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.કડી પોલીસે બન્નેની સામસામે અરજી લઈ તપાસ હાથ ધરી છે.

કડી એસટી ડેપોમા ફરજ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ પટેલ ગુરૂવારે સવાર થી તબીયત નાદુરસ્ત હતી.તેમ છતા કડીથી અમદાવાદ વાયા બહુચરાજી રૂટની બસમા નોકરી ચઢ્યા હતા.દસ વાગે અમદાવાદ થી પરત કડી ડેપો મા આવી નાદુરસ્ત તબિયતને કારણે શુક્રવાર ની રજા લેવા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને ઈન્ચાર્જ એટીઆઈનો વધારાનો કાર્યભાર સંભાળતા વિનુસિંહ પરમાર પાસે ગયા હતા. દરમિયાન વિનુસિંહે હાલમાં ચૈત્રી પૂનમના મેળાના કારણે રજા મળશે નહી તેમ જણાવ્યુ.જે મામલે એટીઆઈ ઓફિસમા બંન્ને વચ્ચે બોલાચાલી બાદ બંન્ને બાખડી પડ્યા હતા.વિનુસિંહે ડ્રાઈવર ગોવિંદભાઈ ને લાફો મારી પેટના ભાગે વાત મારતા તેમને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.જ્યારે વિનુસિંહની વર્ધી ફાડી નાખી શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...