Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કડી સર્વ વિદ્યાલયના સાયન્સ એન્ડ ટેકનો ફેરમાં 6 પ્રોજેક્ટને રાજ્ય સરકારના એવોર્ડ
કડી સર્વ વિદ્યાલય કેમ્પસ સ્થિત પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ.ડી. પટેલ આર્ટ્સ કોલેજ, એચ.વી.એચ.પી. ઇન્સ્ટીટયુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ એન્ડ રીસર્ચ અને વિદુષ સોમાની ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ રીસર્ચ અને કડી સર્વ વિશ્વ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે સાયન્સ એન્ડ ટેકનો ફેર-2020 યોજાયો હતો. જેમાં સાયન્સ, ફાર્મસી, એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર, નર્સિંગ અને ફિજિયોથેરાપીના વિવિધ 130 સંશોધન પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા. જેમાંથી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા 6 પ્રોજેક્ટને એવોર્ડ માટે પસંદ કરાયા હતા.
ફેરના ઉદઘાટન પ્રસંગે સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલ, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના ડાયરેક્ટર વૈજ્ઞાનિક ડૉ. નરોત્તમ સાહુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનને 3000 વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું.
એવોર્ડી છ પ્રોજેક્ટ્સ
LDRP એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગરનો ઇલેક્ટ્રિક રીજનરેટીવ સાયકલ
માણેકલાલ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એન્ડ રીસર્ચ ગાંધીનગરનો સ્માર્ટ હોમ સિક્યોરિટી સિસ્ટમ
પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ.ડી.પટેલ આર્ટ્સ કોલેજ, કડીનો ઝીરો વેસ્ટ મશરૂમ કલ્ટીવેશન ફોર મેડીકલ એન્ડ એડીબલ યુસ
માણેકલાલ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એન્ડ રીસર્ચ ગાંધીનગરનો એક્સટ્રેક્શન ઓફ DNA ફ્રોમ ફ્રુટ્સ
એચ.વી.એચ.પી. ઇન્સ્ટીટયુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ એન્ડ રીસર્ચ, કડીનો ઈમરજન્સી શુઝ ફોર વિમેન
માણેકલાલ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એન્ડ રીસર્ચ ગાંધીનગરનો ઓટોમેટીક સ્ટ્રીટલાઈટ કંટ્રોલ સિસ્ટમ