તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડી તાલુકા પંચાયતનું રૂ. 21.35 કરોડનું બજેટ મંજૂર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકા પંચાયત ખાતે ગુરૂવારે મળેલી ખાસ સાધારણ સભામાં પંચાયતનું 21.35 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું કે આગામી વર્ષ દરમિયાન તાલુકાની સુવિધામાં વધારો કરનાર વિવિધ કામો ની જોગવાઈ કરવામાં આવી છે. સભામાં ભાજપ અને કોંગ્રેસના સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા.

કડી તાલુકા પંચાયતના સભા હોલ ખાતે ગુરુવારે બજેટની સાધારણ સભા પ્રમુખ રમીલાબેન ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં તાલુકા વિકાસ અધિકારી આર.એમ. પટેલ ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.જેમાં સત્તા પક્ષ ભાજપ અને કોંગ્રેસના સદસ્યોની હાજરીમા આગામી વર્ષ 2020/21 ના વર્ષનું બજેટ રજૂ કરાતા રૂપિયા 21.35 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતુ.આગામી વર્ષના બજેટમાં આવકની સામે બાંધકામ ક્ષેત્રે રૂ.48.10 લાખ તથા શિક્ષણ ક્ષેત્ર રૂ.4 લાખ ખેતીવાડી ક્ષેત્રે રૂ. 900000 પશુપાલન ક્ષેત્રે 170000 તથા સમાજ કલ્યાણ ક્ષેત્રે 450000 ના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. સાધારણ સભામાં કારોબારી ચેરમેન બળદેવભાઇ પટેલ,નાયબ તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા પંચાયતના સદસ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કડી તાલુકા પંચાયત ખાતે ખાસ સાધારણ સભા ભળી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો