બંધ પડેલ આઈસરને ટ્રેલરે ટક્કર મારતાં કેબિન પર સૂતેલા કન્ડટરનું મોત, 1ને ઈજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરના કલ્યાણપુરાગામના પાટીયા પાસે બંધ હાલતમાં પડેલ આઇસર ગાડીને પાછળથી ટ્રેલર ચાલકે ટક્કર મારતાં આઇસરમાં કેબીન ઉપર સૂતેલા કંન્ડટરનુ મોત થયુ હતું.જ્યારે ટ્રેલર ચાલકને ઈજાઓ પહોંચી હતી.

રાધનપુરથી જીજે 20 વી 0073 આઇસર ગાડીમાં ઘઉંના કટ્ટા ભરી ગત 3 માર્ચમાં રોજ ગાંધીધામ જવાના રવાના થઇ હતી ત્યારે ગુરૂવાર સવારે 6 વાગ્યે કલ્યાણપુરાના પાટીયા પાસે ગાડી બગડતા સાઈડમાં ઉભી રાખી હતી. ડ્રાઇવર સ્પેરપાટ લેવા ગયો હતો ત્યારે કંન્ડકટર ગાડીના કેબીન ઉપર સૂતો હતો. ત્યારે ટ્રેલર(આર જે 52 જીએ 6375)ના ચાલકે પાછળથી ટક્કર મારી હતી. આઇસરના કન્ડંકટર ચૌધરી ધનાભાઇ વાલાભાઇ રહે.રોઈટા તા.ભાભરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ટ્રેલર ડ્રાઇવર આશિષભાઇ અંદર ફસાતા ગંભીર ઈજાઓ પોહચી હતી.આઇસર ગાડીના માલિક મહેન્દ્રભાઈ પટેલઅે રાધનપુર પોલીસ મથક ટ્રેલર ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...