વિજાપુર મહિલા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા | વિજાપુરની આર.આર.એચ.પટેલ મહીલા આર્ટસ કોલેજમાં સંસ્કૃત વિભાગ દ્વારા અભ્યાસક્રમને સંલગ્ન શ્રીમદ્ ભગવદ્ ગીતા પર વ્યાખ્યાન યોજાયુ હતુ. ગીતાએ હિન્દુ સંસ્કુતિનો મહત્વનો ગ્રંથ છે ગૃહસ્થ જીવનથી લઇ વેપાર વિનીમયના તમામ જીવનનુ માર્ગદર્શન ગીતામાંથી મળી જાય છે અધ્યાપક વિનિમય સમજૂતી કરાર હેઠળ મહીલા આર્ટ્સ કોલેજ વિદ્યા નગરી હિંમતનગરના પ્રો.ડો.રીટાબેન જોષી દ્વારા શ્રી કદ્ ભગવદ્ ગીતામાં વર્તમાન જીવનની પ્રાસંગીકતા વિષય પર રસપ્રદ વ્યાખ્યાન આપ્યુ હતુ. સંસ્કૃત વિભાગની તમામ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમનુ સંચાલન પ્રિ.સુરેશભાઇ એસ પટેલના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત વિભાગના પ્રા. વિનોદચંદ્ર બી પટેલે કર્યુ હતુ. આભારવિધિ પ્રા.ડો. જાગૃતિબેન એમ.પટેલે કરી હતી. ઉપસ્થિત તમામે કાર્યક્રમ નિહાળી અભિભૂત થયા હતા.
અન્ય સમાચારો પણ છે...