• Gujarati News
  • વિસનગરમાં શંકાસ્પદ પોલિયોનો કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ મચી

વિસનગરમાં શંકાસ્પદ પોલિયોનો કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ મચી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય વિભાગે અઢી વર્ષના બાળકના સેમ્પલ લઇ વૈજ્ઞાનિક પરીક્ષણ અર્થે અમદાવાદ મોકલી આપ્યા

વિસનગરનાઅઢી વર્ષના બાળકમાં પોલિયોનાં લક્ષણો જણાતાં જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. મહેસાણા સિવીલ હોસ્પિટલમં સારવાર માટે ખસેડાયેલા બાળકના સ્ટુડના લીધેલા નમુના પરીક્ષણ અર્થે અમદાવાદ બી.જે. મેડિકલ હોસ્પિટલમાં મોકલી અપાયા છે અને તેના રિપોર્ટ પર આરોગ્ય વિભાગ મદાર રાખી રહ્યું છે.

વિસનગરના પટણી દરવાજા વિસ્તારમાં રહેતા યાકુબભાઇ અલાઉદ્દીન ઓડનો શરીરે સ્વસ્થ એવો અઢી વર્ષનો પુત્ર અરમાન 10 દિવસ અગાઉ મકાનની નજીકમાં આવેલા મંદિર પાસે રમી રહ્યો હતો તે સમયે અચાનક તે જમીન પર ફસડાઇ પડ્યો હતો અને ચાલવામાં અસમર્થ જણાતાં તાત્કાલિક સારવાર માટે સ્થાનિક દવાખાનમાં લઇ જવાયો હતો. જ્યાં બંને પગે પોલિયોનાં લક્ષણો જણાતાં તેને વધુ સારવાર માટે મહેસાણા સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી બાજુ પોલિયોનો શંકાસ્પદ કેસ નોંધાયો હોવાની જાણ થતાં આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું. જેમાં અરમાનના સ્ટુલના નમુના મેળવી પરીક્ષણ અર્થે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં આવેલી પોલિયો લેબમાં મોકલી આપ્યા હતા.

બાળક મહેસાણા સિવિલમાં સારવાર હેઠળ

જિલ્લાઆરોગ્યઅધિકારી ડૉ.વિષ્ણુભાઇ પટેલે જણાવ્યું હતું કે, શંકાસ્પદ પોલિયોનો કેસ છે. રિપોર્ટ માટે સેમ્પલ મોકલી આપ્યા છે. શંકાસ્પદ પોલિયોમાં સંપડાયેલા અરમાનને તાત્કાલિક તેમજ યોગ્ય સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગે પ્રથમથી પ્રયત્નો કર્યા હતા.

હવેશું થશેω

મહેસાણાસિવીલહોસ્પિટલમાં મુખ્ય દરવાજાની પાસે બાંકડા પર બેઠેલા અલાઉદ્દીન પૌત્રની સ્થિતિ જોઇ રડી પડ્યા હતા અને પોલિયો શું છેω તેવો સવાલ કરી ઉઠ્યા હતા. છેલ્લા દશ દિવસથી પૌત્રની સ્થિતિથી વ્યથિત અલાઉદ્દીને મારા અરમાનને સારું થઇ જશે નેω...મારી પાસે સારવારનાં નાણાં નથી, શુ થશેω તેવી વ્યથા સિવીલ સ્ટાફ સમક્ષ વ્યકત કરી હતી.