• Gujarati News
  • અગાઉના કેસ પાછો ખેચવા બાબતે મારી નાંખવાની ધમકી

અગાઉના કેસ પાછો ખેચવા બાબતે મારી નાંખવાની ધમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અગાઉના કેસ પાછો ખેચવા બાબતે મારી નાંખવાની ધમકી
વિસનગર :વિસનગરની વિનયનગર સોસાયટીમાં રહેતા એક વ્યકિતને તેના સાસરીયાં દ્વારા અગાઉ કરેલ કેસની અદાવત રાખી કેસ પાછો ખેંચવાનું કહી મારી નાંખવાની ધમકી આપતાં આ બનાવ અંગે બે મહિલા સહિત ચાર વિરુઘ્ધ વિસનગર શહેરપોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. શહેરના ગુરૂકુળ રોડ ઉપર આવેલ વિનયનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્રકુમાર વસ્તાભાઇ લેઉઆના લગ્ન નવ વર્ષ અગાઉ માણસાના મુળજીભાઇ સેંધાભાઇની દિકરી પારૂબેન સાથે થયા હતા. જયાં પારૂલબેનને તેમના પરિવાર સાથે મનમેળ ન રહેતાં તેણી પોતાના પિયર જતા રાા હતા અને તેમણે નરેન્દ્રભાઇ સામે કેસ કર્યા હતા જયારે નરેન્દ્રભાઇએ તેમની માતાને માર માર્યાની પણ વિસનગર કોટર્માં ફરીયાદ આપી હતી. જયાં ગત ૨૦ મેના રોજ કોટર્માં મુદત હોવાથી નરેન્દ્રભાઇના સાસરીયાં જાદવ રાજુભાઇ મુળજીભાઇ, જાદવ મુળજીભાઇ સેંધાભાઇ, કપિલાબેન મુળજીભાઇ અને જાદવ મનીષાબેન મુળજીભાઇ આવ્યા હતા જયાં અગાઉ કરેલ કેસની અદાવત રાખી નરેન્દ્રભાઇને કેસ પાછો ખેચી લેવાનું કહી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નરેન્દ્રભાઇએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ઉપરોકત ચારેય વિરુઘ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.