• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • સ્ટોરરૂમનું સાહિત્ય, ફાઇલો ખાખ : બારીના તૂટેલા કાચમાંથી પલીતો ચંપાયો?

સ્ટોરરૂમનું સાહિત્ય, ફાઇલો ખાખ : બારીના તૂટેલા કાચમાંથી પલીતો ચંપાયો?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરનાભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલયમાં બુધવારે મધરાતે અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેમાં સ્ટોરરૂમમાં પડેલું પાર્ટીનું સાહિત્ય અને ફાઇલો સળગી ગયા હતાં.

પાટીદાર અનામત આંદોલનની વિસનગરમાં નીકળેલી રેલી દરમિયાન પણ ધારાસભ્યના કાર્યાલયમાં તોડફોડ કરાઇ હતી. કાર્યાલયમાં લાગેલી આગની ઘટનાને પાટીદારોના આક્રોશ સાથે જોડતી ચર્ચા શરૂ થઇ છે. કારણ કે, સ્ટોરરૂમની બારીનો કાચ ફૂટેલો હોવાથી ત્યાંથીફ કોઇએ પલીતો ચાંપ્યો હોય એવી સંભાવના પણ વ્યકત થઇ રહી છે.

વિસનગર પાલિકા પ્રમુખ ગીરીશભાઇ રાત્રે નીકળ્યા ત્યારે ધ્યાન પર અાગ લાગી હોવાનું જણાયું હતું આથી તેમણે ફોન કરીને ઋષિકેશ પટેલનું ધ્યાન દોર્યુ હતું. બાદમાં ફાયરબ્રિગ્રેડે પણ ઘટનાસ્થળે દોડી જઇને આગ બુઝાવી હતી.

બુધવારે મોડીરાતે ધારાસભ્ય કાર્યાલયમાં અગમ્ય કારણોસર લાગેલી આગે અનેક રહસ્યો ખડા કર્યા છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય દોડી આવ્યા હતા.

પોણા બારે પાલિકા પ્રમુખે ફોન કર્યો હતો

^નગરપાલિકાપ્રમુખ ગરીશભાઇએ મને પોણા બાર વાગે ફોન કર્યો ત્યારે મને ખબર પડી હતી. પાર્ટીનું સાહિત્ય અને ફાઇલો સળગી ગયા છે. > ઋષિકેશપટેલ, ધારાસભ્ય

વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલયમાં મધરાતે આગ

@12-05

ભાસ્કર લેટનાઇટ

અન્ય સમાચારો પણ છે...