• Gujarati News
  • મંજુરીની ઐસીતૈસી : વિજાપુરમા પાટીદારોની વટભેર રેલી

મંજુરીની ઐસીતૈસી : વિજાપુરમા પાટીદારોની વટભેર રેલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર.મહેસાણા/વિજાપુર

વિજાપુરમાસ્વામીનારાયણ મંદિરથી મંગળવારે સવારે પાટીદારોએ વરસતા વરસાદમાં પોલીસની છતી હાજરીએ મંજૂરીની ઐસી તૈસી કરી ધરાર રેલી યોજી તંત્ર સામે બાયો ચઢાવી છે . જ્યારે વિશાળ રેલીમા મૂક પ્રેક્ષક વિજાપુર પોલીસે આયોજકો સહિત 151 વ્યકિતઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોધીને મન મનાવી લીધુ છે.

વિસનગરની અનામત રેલી હિંસક બનતા વિજાપુરમા રેલીને અપાયેલી મંજૂરી રદ કરવાના નિર્ણય છતા પાટીદાર યુવા શિક્ષણ સમિતિના ઉપક્રમે મંગળવારે સવારે 9 કલાકે રેલી યોજાઇ હતી. આગલી રાતથી સ્વામીનારાયણ મંદિર વિસ્તાર પોલીસ છાવણીમા ફેરવાઇ ગયો હતો જ્યારે વિજાપુરને જોડતા તમામ માર્ગો અને ગામોમા પોલીસ કાફલો તૈનાત કરાયો હતો.સવારે 9.30 કલાકે મંજૂરીની ઐસી તૈસી કરીને ભાવસોર પાટીયા નજીક સ્વામીનારાયણ મંદિરેથી સુસવાટા ભેર ફુકાતા પવન અને જોરદાર વરસાદ વચ્ચે પાટીદારોની વટભેર નીકળેલી વિશાળ રેલી ભારે સુત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી પહોચી હતી. મામલતદાર દલપતભાઇને અનામતના મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. જો કે,મંજૂરી વિના પાટીદારોની યોજાયેલી રેલીએ તંત્રનું નાક વાઢ્યુ છે પોલીસે પાટીદાર યવા શિક્ષણ સમિતિના પ્રમુખ મનોજકુમાર ડાહ્યાભાઇ પટેલ તથા તેમના અન્ય હોદ્દેદારો,ટેકેદારો મળી 151 પાટીદારો વિરૂધ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી મન મનાવ્યું છે .

મંજૂરીની વાત છોડો, કાયદો-વ્યવસ્થા જળવાયા ને ? : મામલતદાર

રેલીનેમંજૂરી મળી હોવાની વાત છોડો કાયદો અને વ્યવસ્થા જળવાયેલી રહી હોવાનું કહેતા વિજાપુર મામલતદાર દલપતભાઇએ જણાવ્યું હતું કે, વિજાપુર ગામ અને તેની આસપાસમા ચાંપતો પોલીસ બદોબસ્ત ગોઠવાયેલો હોઇ રેલી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બનેલ નથી.મંજૂરી વિના રેલી કાઢવા બાબતે હું કાઇ કહી શકુ તેમ નથી.

મહેસાણા,ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાંથી પોલીસ કાફલો રેલી સ્થળથી માંડી વિજાપુરને જોડતા માર્ગો અને ગામોમાં તૈનાત કરાયો હતો.આ સંજોગોમાં રેલીમા આવતા વ્યકિતઓને પોલીસ અટકાવે તેમ હોઇ પાટીદારો વહેલી સવારથી અહીના સ્વામીનારાયણ મંદિર સહિતની જગ્યાએ ગોઠવાઇ ગયા હતા અને રેલીનો સમય થતા એક સાથે મોટી સંખ્યામા બહાર આવેલા પાટીદારોને જોઇ અહી તૈનાત પોલીસની આંખો પહોળી થઇ ગઇ હતી.

મુખ્યમંત્રી પાટીદાર છતા આંદોલન કરવુ પડે તે શરમજનક : વિજાપુર ધારાસભ્ય

વિજાપુરનાકોગ્રેસના ધારાસભ્ય પી.આઇ.પટેલે અનામત આંદોલનને પોતાનો ખુલ્લો ટેકો જાહેર કરતા જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી પાટીદાર હોવા છતા પાટીદારોના દિકરાઓને અનામત આંદોલન કરવુ પડે તે શરમ જનક છે.ઉજળીયાત કોમો અને પાટીદારો મુખ્યમંત્રીના પક્ષ સાથે જોડાયેલ છે ત્યારે તેમને અનામત માટે શા માટે આંદોલન કરવુ પડે.પાટીદારોના આંદોલનમા હું છેક સુધી સાથે રહીશ.

પાટીદારો સવારથી મંદિરમા બેસી રહ્યા

પોલીસ માટે રેલીને અટકાવવી અશક્ય બની

કડકપોલીસ બદોબસ્ત અને વાવાઝોડા વચ્ચે મેઘરાજાની બેટીગને પગલે વિજાપુરને જોડતા તમામ માર્ગો પર ઘટાદાર વૃક્ષો જમીનદોસ્ત થતા વાહનો અટવાઇ ગયા હતા.આ સંજોગોમા રેલીમાં એકત્રીત થયેલા પાટીદારોને પોલીસ રેલી યોજતા અટકાવવામાં નિષ્ફળ રહી હતી.પોલીસના કહેવા મુજબ રેલી દરમિયાન પોલીસે ગોઠવેલા ચુસ્ત પોલીસ બદોબસ્તને કારણે અનિચ્છનીય બનાવ બનતો અટક્યો હતો.

રેલી યોજાતી અટકાવવા ભાજપના આગેવાનોના ધમપછાડા

મુખ્યમંત્રીઆનંદીબેનના ગઢમા તંત્રની મંજૂરી વિના પાટીદાર રેલીના આયોજના મામલે ભાજપના આગેવાનોની ઉંઘ હરામ થઇ ગઇ હતી.રાજકીય પ્રેશર વચ્ચે સ્થાનીક આગેવાનોએ રેલી યોજાતી અટકાવવા એડી ચોટીનું જોર લગાવી દીધુ હતુ પરંતુ પાટીદારોના મક્કમ નિર્ણયથી તમામની મહેનત પાણીમા ગઇ હતી.