• Gujarati News
  • દેણપની સગીરાને ગામનો યુવાન ભગાડી ગયો

દેણપની સગીરાને ગામનો યુવાન ભગાડી ગયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેણપની સગીરાને ગામનો યુવાન ભગાડી ગયો



વિસનગરતાલુકાના દેણપ ગામની સગીરાને ગામનો યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ વિસનગર તાલુકા પોલીસ મથકે નોધાવી છે.

દેણપ ગામની સગીરા વિસનગર અભ્યાસ કરતી હોવાથી શુક્રવારે સવારે સ્કૂલમાં જવા માટે ઘરેથી નીકળી હતી. જે મોડી સાંજ સુધી પરત ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. સગાં-સંબંધીઓ ત્યાં શોધખોળ બાદ સગીરાના પિતાને તેમની પુત્રીને ગામનો ચિન્મય ઉર્ફે શંકર કાશીરામભાઇ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની જાણ થતા તેમણે અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી હતી.