જમીન માપણીમાં લાંચ લેતા સર્વેયરને 1 વર્ષની સજા, દંડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરનાવાલમ ગામમાં રહેતા ભાવેશભાઇ મોહનભાઇ પટેલને જમીનની માપણી કરાવવાની તેમજ 7/12ના ઉતારા કઢાવવાના હોવાથી તેઓ વિસનગરના સોના કોમ્પલેક્ષમાં આવેલ અર્થ સર્વેયર નામની ઓફિસમાં ગયા હતા. જ્યાં સુનીલપુરી ગણપતપુરી ગોસ્વામી અને દિક્ષીતકુમાર બળદેવભાઇ પટેલે કામ લોચાવાળુ કહી માપણી તેમજ ઉતારા કઢાવવા માટે 20 હજારની લાંચની માંગણી કરી હતી અને વાટાઘાટાના અંતે 15 હજાર નક્કી કરાયા હતા. જ્યાં ભાવેશભાઇએ મહેસાણા એસીબીને જાણ કરતાં ગોઠવેલ છટકામાં સુનીલપુરી ગોસ્વામી અને દિક્ષીત પટેલ 10 હજારની લાંચ લેતા ઝડપાયા હતાં. જે કેસમાં વિસનગરની સેશન્સ કોર્ટના જજ પી.એસ.કાલાએ સર્વેયર સુનીલપુરી ગોસ્વામીને લાંચ કેસમાં એક વર્ષની સજાનો હૂકમ કર્યો છે.

જ્યારે દિક્ષીત પટેલને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હૂકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...