• Gujarati News
  • છેલ્લા બે વર્ષમાં સતત ચોથી રેડમાં પણ બુટલેગર ફરાર થઈ

છેલ્લા બે વર્ષમાં સતત ચોથી રેડમાં પણ બુટલેગર ફરાર થઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા બે વર્ષમાં સતત ચોથી રેડમાં પણ બુટલેગર ફરાર થઈ જવાનો સીલસીલો ચથાવત રહેતાં પોલીસની કાર્યવાહી અંગે તર્ક વિતર્ક
ભાસ્કરન્યૂઝ.વિજાપુર
વિજાપુરનાખણુસા ગામના એક રહેણાંક મકાનમાંથી મંગળવારે સાંજે પોલીસે મોટી માત્રમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, બુટલેગર ફરાર થઈ ગયો હતો. ઝડપાયેલા જથ્થાની ગણતરી મોડી રાત સુધી ચાલી હતી. જેમાં અંદાજિત રૂ.2 લાખનો વિદેશી દારૂ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઉલ્લખનીય છે કે, બે વર્ષમાં ચોથી વખત શખ્સના મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે પરંતુ દરેક વખતે બુટલેગર ઝડપાતો હોવાથી પોલીસની કાર્યવાહી અંગે તર્ક વિતર્ક સજાર્યા છે.
વિજાપુર પથંકના ખણુસાનો મનુજી લક્ષ્મણજી વિહોલ પંથકમાં વિદેશી દારૂનો વેપાર કરતો હોવાની બાતમી આધારે વિસનગર ડીવાયએસપી આર.જે.પટેલે, વિજાપુર પીઆઈ નિર્મલસિંહ ઝાલા, ભરતભાઈ સહિત સ્ટાફ સાથે મંગળવારે સાંજે ખણુસા ગામે મનુજી લક્ષ્મણજી વિહોલના મકાનમાં ઓચિંતી રેડ કરી હતી. જેમાં પોલીસને અલગઅલગ બ્રાન્ડના વિદેશીદારૂની દોઢસોથી વધુ પેટીનો જથ્થો હાથ લાગ્યો હતો પરંતુ મનુજી પોલીસના હાથ લાગ્યો નહોતો. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર મનુજી લક્ષ્મણજી વિહોલ સામે ગુનો દાખલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મોડી રાત સુધી મુદ્દામાલની ગણતરી હાથ ધરાઈ હતી જેમાં અંદાજીત રૂ.2 લાખનો દારૂ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે કરેલા દરોડામાં ચાર જીપો બુટલેગરના મકાન આગળ આવી જતાં લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં.
વિસનગર ડીવાયએસપીએ સ્થાનિક પોલીસને સાથે રાખી રેડ કરી
ખણુસામાં મકાનમાંથી ~2 લાખનો વિદેશી દારૂ ઝડપાયો : બુટલેગર ફરાર