જિલ્લા પોલીસવડાની જાત તપાસ દરમિયાન ખુલ્યુ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતલાસણાખાતે આયોજીત અનામત રેલીમા બદોબસ્ત અને પોઇન્ટ પર ગેરહાજર મળેલા 75 પોલીસકર્મીઓને પોલીસવડાએ દંડની કાર્યવાહી કરતા જિલ્લા પોલીસ બેડામા ફફડાટ પ્રસર્યો છે.જેમાં પોલીસવડાએ 43 પોલીસકર્મીઓને રૂ 500 દંડ અને 7 દિવસની પરેડ જ્યારે 32 પોલીસકર્મીઓને રૂ 1500 દંડ અને 1 મહિનાની સજા કરાઇ છે .

વિસનગરમાં અનામત રેલી હિંસક બનતા સતલાસણા ખાતે પાટીદારો દ્વારા આયોજીત અનામત રેલીમા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ ખડકી દેવાઇ હતી.મહેસાણા સહિત અન્ય જિલ્લાની પોલીસને અહી તૈનાત કરાઇ હતી.જેમાં ગુરૂવારે સવારે આયોજીત રેલી પૂર્વે સતલાસણા પહોચેલા જિલ્લા પોલીસવડા જે.આર.મોથલિયાએ પોલીસ બદોબસ્ત બાબતે ચકાસણી હાથધરી હતી.જેમાં જિલ્લાના 18 પોલીસ મથકો માંથી ફળવાયેલ પોલીસની સંખ્યામાં ઘટાડો જણાતા પોલીસવડાએ ચકાસણી હાથધરી હતી.જેમાં 75 જેટલા મહિલા સહિતના પોલીસકર્મીઓ બદોબસ્ત તેમજ પોઇન્ટ પર ગેરહાજર મળતા પોલીસવડાનો પીત્તો ગયો હતો અને તેમને તાત્કાલિક તમામ વિરૂધ્ધ પગલા ભરવા કાર્યવાહી કરી હતી.જેમાં બદોબસ્તમાં ગેરહાજર મળેલા 43 પોલીસકર્મીઓને કારણદર્શક નોટીસ કાઢીને રૂ 500 દંડ અને 7 દિવસ પોલીસ પરેડમા હાજર રહેવા તાકીદ કરાઇ છે.જ્યારે ગેરહાજર મળેલા 32 પોલીસકર્મીઓને રૂ 1500 દંડ અને 1 મહિનાની હેડ ક્વાટર પરેડની શિક્ષા કરાતા પોલીસ બેડામાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે.નોધનીય છે કે , તમામ પોલીસ મથકોમાં મેસેજ કરીને ગેરહાજર પોલીસકર્મીને કરાયેલી સજા બાબતે જાણ કરાઇ હતી.

વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે શિક્ષા

વહિવટીપ્રક્રિયાના ભાગરૂપે બદોબસ્તમાં ગેર હાજર મળેલા પોલીસકર્મીઓને દંડની સજા ફટકારાઇ છે.કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે મુંકાયેલા પોલીસ બદોબસ્તમા પોલીસકર્મી ગેરહાજર રહે ત્યારે તેની સીધી અસર પડતી હોય છે. > જે.આર.મોથલિયા(જિલ્લા પોલીસવડા, મહેસાણા)

અન્ય સમાચારો પણ છે...