વિસનગરમાં વરસાદમાં બિમારીથી કણસતી ગાય બચાવાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરમાં વરસાદમાં બિમારીથી કણસતી ગાય બચાવાઇ

વિસનગર |વિસનગરના મહેસાણા રોડ ઉપર આવેલ શિવનગર સોસાયટીમાં ચાલુ વરસાદમાં રોડ વચ્ચે બિમારીથી કણસી રહેલ ગાયને સ્થાનિક રહીશ તેમજ શહેરના જીવદયાપ્રેમીઓની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર આવેલ શિવનગર સોસાયટીમાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદમાં ગાય બિમારીથી કણસી રહી હતી જે ઘણો સમય વીતી ગયો હોવા છતાં કોઇ મદદને આવતાં સ્થાનિક રહીશ પટેલ નિરાલીબેન હસમુખભાઇએ અંગે પાંજરાપોળમાં જાણ કરતાં પાંજરાપોળમાંથી કોઇ યોગ્ય પ્રત્યુત્તર મળ્યો હતો જેના કારણે તેમણે સ્થાનિક સાંઇ જીવદયા પ્રેમીઓને જાણ કરતાં જીવદયાપ્રેમીઓના યુવાનો દોડી આવ્યા હતાં જ્યાં ગાયને સારવાર અર્થે ખસેડવામાં આવી ત્યાં નવજીવન મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...