તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • વિકલાંગ પિતાએ પુત્રના લગ્નના ચાંલ્લાની રકમમાં 51 હજાર ઉમેરી વિકલાંગો માટે આપી

વિકલાંગ પિતાએ પુત્રના લગ્નના ચાંલ્લાની રકમમાં 51 હજાર ઉમેરી વિકલાંગો માટે આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગરનારહીશે પુત્રના લગ્નના ચાંલ્લાની રકમ અને મળેલી ભેટ સોગાદો દિવ્યાંગોના કલ્યાણ માટે દાનમાં આપી સમાજમાં નવો રાહ ચીંધ્યો હતો.

મૂળ વિસનગરના વતની અને વડનગરમાં રહેતા અરવિંદભાઈ પટેલ પોતે વિકલાંગ હોવા છતાં સખત પરિશ્રમ કરી અનેક સિદ્ધિઓ સર કરી છે.તાજેતરમાં તેમના પુત્ર નિશ્ચલના લગ્ન યોજાયા હતા.જોકે તેમના પરિવારે લગ્ન દરમિયાન આવેલ ચાંલ્લાની બધી રકમ વિકલાંગના કલ્યાણ માટે આપવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તાજેતરમાં યોજાયેલા સત્કાર સમારંભમાં મળેલા ચાંલ્લાની રકમ અને ભેટ સોગાદો અને પરિવારે પણ પોતે 50 હજારનો ફાળો આપ્યો હતો.તેમણે રવિવારે ચાંલ્લાની રકમ અને ભેટ સોગાદો વિકલાંગો માટે કામ કરતી ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ વિસનગરની સંસ્થાને દાનમાં આપી દીધી હતી.જોકે રકમ તેમણે રકમ ગુપ્ત રાખવાનું મુનાસીફ માન્યું હતું.આ કાર્યને લોકોએ બિરદાવ્યું હતું.

અંગે અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે ઘણા સુખી લોકો ચાંલ્લાની રકમ સ્વીકારતા નથી.તે લોકો પણ આવી રકમ કોઈ ગરીબ કે અનાથ બાળકો પાછળ દાન કરી સહયોગી બને તે માટે પહેલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...