તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

4313 મેટ્રીક ટન માટી ખોદી હોવાનું ખુલ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરતાલુકાના વાલમ ગામની સીમમાં એસઓજીના સ્ટાફે બુધવારે બાતમીને આધારે રેડ કરતાં દેશી બનાવટની બંદૂક સાથે એક શખસને ઝડપી લીધો હતો. પોલીસે બંદૂક કબજે લઇ ઝડપાયેલા શખસ સામે શસ્ત્ર અધિનિયમ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગૃપને તાલુકાના વાલમ ગામની સીમમાં આવેલા તળાવ નજીકના મંદિર પાસે રહેતા શખસ પાસે દેશી બનાવટની બંદૂક રાખી સીમચોકી તેમજ રોઝડાનો શિકાર કરતો હોવાની બાતમી મળી હતી. બાતમીને આધારે એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એમ.ડી. ચંપાવત સહિતના સ્ટાફે વાલમ ગામમાં આવી તપાસ હાથ ધરી હતી. જેમાં દેશી બનાવટની બંદૂક સાથે મહેસાણાના લશ્કરી કૂવાનો અને હાલ વાલમ ગામની સીમમાં રહેતો સુમારભાઇ હલીમભાઇ સીંધી ઝડપાઇ આવ્યો હતો. પોલીસે દેશી બનાવટની બંદૂક કબજે લઇ સુમારભાઇ સીંધીની ધરપકડ કરી શસ્ત્ર અધિનિયમ એક્ટ 25(1)(બી)(એ) મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...