તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • વિસનગરના કર્મવીર સાંકળચંદ કાકાની પ્રતિમાનું યુનિ.માં અનાવરણ કરાયું

વિસનગરના કર્મવીર સાંકળચંદ કાકાની પ્રતિમાનું યુનિ.માં અનાવરણ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાકાના 31મા નિર્વાણદિને નૂતન કેળવણી મંડળ દ્વારા આયોજન

વિસનગરનાસહકારી આગેવાન અને કર્મવીર શેઠ સાંકળચંદભાઇ કાળીદાસ પટેલના 31મા નિર્વાણ દિને સાંકળચંદ યુનિ.ના ગેટ આગળ તેમની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. જેમાં સાંકળચંદ કાકાના પૌત્ર અને યુનિ.ના ચેરમેન પ્રકાશભાઇ પટેલ સહિત અગ્રણીઓએ શ્રધ્ધાંજલિ આપી હતી.

સ્વ. સાંકળચંદ પટેલના 31મા નિર્વાણદિને નૂતન કેળવણી મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં શહેરના ત્રણ દરવાજા, નૂતન હાઇસ્કૂલ સહિત અન્ય વિસ્તારોમાં આવેલી તેમની પ્રતિમાને અગ્રણીઓના હસ્તે પુષ્પાંજલિ કરાઇ હતી. જ્યારે સાંકળચંદ યુનિવર્સિટીના ગેટ આગળ મુકાયેલી પ્રતિમાનું અનાવરણ કથાકાર ભુપેન્દ્રભાઇ પંડ્યાના હસ્તે કરાયું હતું. પ્રસંગે મંડળના પ્રમુખ અને સાંકળચંદ કાકાના પૌત્ર પ્રકાશભાઇ પટેલે દાદાના સંસ્મરણોને વાગોળી તેમના જીવન ઘડતરમાં દાદાનું મોટું પ્રદાન હોવાનું જણાવ્યું હતું. નિમિત્તે યોજેલી નિબંધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના હોદ્દેદારો, ગંજબજારના ડાયરેક્ટરો તેમજ મજૂર સહકારી મંડળીના હોદ્દેદારો, અગ્રણીઓ હાજર રહ્યા હતા.

સાંકળચંદ યુનિ.ના ગેટ આગળ મૂકાયેલી કર્મવીર સાંકળચંદ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...