તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટિકિટની ટકટક, કોંગ્રેસ-ભાજપમાં ભડકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવારનું પૂતળું બાળી હાઇવે જામ કરાયો

બનાસકાંઠામાં ભાજપે એક ટિકિટ આપતાં ડીસામાં ઠાકોર સમાજનો વિરોધ

કોંગ્રેસમાં અહીં વકરી નારાજગી

ભાજપમાં અહીં દેખાયો અસંતોષ

વડગામમાં જીજ્ઞેશનો વિરોધ : વિસનગર, ઊંઝા, બહુચરાજી, ચાણસ્મા, રાધનપુર, દિયોદર સહિતની બેઠકો પર દાવેદારોએ અપક્ષ ફોર્મ ભર્યા

બળવો | ક્યાંક પેરાશૂટ ઉમેદવારો, તો દાવેદારની જગ્યાએ બીજાને ઠોકી બેસાડતાં હોબાળો મચ્યો

પાટણ |ધીણોજ ગામે ચૌધરી સમાજના સમૂહ લગ્ન પ્રસંગમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરમાભાઇ નાડોદા, ડો.જી.એન.ચૌધરી, સમાજના આગેવાનો વડીલો દ્વારા તમામ નવ દંપતીને ચૂંટણીમાં મતદાન કરવાના પોસ્ટર તથા ગુલાબના ફૂલ અાપ્યા હતા.

ધીણોજ ગામે સમૂહલગ્નમાં મતદાન જાગૃતિ પોસ્ટર

અમીરગઢ |માઉન્ટ આબુના લઘુત્તમ તાપમાનમાં સતત ચોથા દિવસે પણ વધારો નોંધાતા ઠંડીના ચમકારામાં નજીવો ઘટાડો થયો છે. માઉન્ટ આબુમાં રવિવારે 4 ડિગ્રી તાપમાન હતું જે સોમવારે વધીને લઘુતમ તાપમાન 5.2 ડિગ્રી નોંધાયું હતુ.

માઉન્ટના તાપમાનમાં ચોથા દિવસે પણ વધારો થયો

સિદ્ધપુરમાં જીબાજી ઠાકોરને બદલે ચંદનજી ઠાકોરને ટિકિટ અપાતાં સ્થાનિક ઠાકોર સેનાના કાર્યકરો રોષે ભરાયા હતા. જગદીશ ઠાકોર અને ચંદનજી ઠાકોરનું પૂતળા દહન કર્યુ હતું. બીજી બાજુ હાઇવે જામ કરી દેવાયો હતો.

પાટણ તાલુકા કોંગ્રેસ પ્રમુખે અપક્ષ ઝુકાવ્યું

પાટણતાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન પટેલે પણ ટિકિટ નહીં મળતાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમણે એક ફોર્મ કોંગ્રેસ વતીથી અને એક ફોર્મ અપક્ષ તરીકે ભર્યું હતું.

થરાદમાંકપાતાં માવજીભાઇએ અપક્ષમાં ઝુકાવ્યું

થરાદબેઠક પર ફોર્મ ભરવાના એક કલાક પહેલાં ડી.ડી. રાજપૂતને કોંગ્રેસનું મેન્ડેટ અપાયું હતું. આથી મજબૂત દાવેદાર મનાતા માવજીભાઇ પટેલે અપક્ષ ફોર્મ ભર્યું હતું.

રાધનપુરમાં લવિંગજીનો હુરિયો બોલાવાયો

કોંગ્રેસમાંથીપક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા રાધનપુરના ઉમેદવાર લવિંગજી સોલંકી તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરીને કચેરી બહાર નીકળ્યા ત્યારે બહાર હાજર અલ્પેશ ઠાકોરના ટેકેદારોએ હુરિયો બોલાવ્યો હતો.

વડગામમાંજીજ્ઞેશ મેવાણીનો વિરોધ

વડગામમાંજીજ્ઞેશ મેવાણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસે કોઇને ટિકિટ નહીં આપતાં અશ્વિન પરમાર, બાલકૃષ્ણ જીરાલા સહિતે અપક્ષમાં ફોર્મ ભર્યા હતા. દલિત સહિતના સમાજે જીજ્ઞેશનો વિરોધ નોંધાવ્યો હતો.

{ ઊંઝા પાલિકા પ્રમુખ મીનાબેનપટેલ (મિલન)એ અપક્ષ ઉમેદવારી કરી.

{ વિસનગરમાં પૂર્વ મંત્રી કિરીટ પટેલને કોંગ્રેસ દ્વારા ટિકિટ નહીં મળતાં તેમણે પણ નારાજગી સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી હતી.

{ ખેરાલુ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષે દાવેદાર મુકેશ દેસાઈને ટિકિટ નહીં અપાતાં તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી.

{ ઊંઝામાં આશાબેન પટેલને કોંગ્રેસની ટિકિટ ફાળવાતાં ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો.

{દિયોદરમાં ઠાકોર સેનાના આગેવાન મુકેશ ઠાકોરને કૉંગ્રેસમાંથી ટિકિટ નહીં મળતાં અપક્ષ ઉમેદવારી નોંધાવી.

ચાણસ્મામાં મેન્ડેટ બદલાતાં દિનેશ ઠાકોર અપક્ષ લડશે

ચાણસ્મા બેઠક પર કૉંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીએ મેન્ડેટ બદલી રઘુ દેસાઈને આપી દેતાં મુખ્ય દાવેદાર દિનેશ ઠાકોરે બળવો કરી કાર્યકરો સાથે અપક્ષમાં ફોર્મ ભર્યું હતું. ઠાકોર સેનાના પ્રમુખો પણ તેમના સમર્થનમાં જોડાયા હતાં.

રાધનપુરમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખની અપક્ષ ઉમેદવારી

રાધનપુર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ડો.વિષ્ણુ ઝુલાએ કોંગ્રેસના આયાતી લવિંગજી સોલંકીને રાતોરાત ભાજપમાં પ્રવેશ આપી ટિકિટ આપતાં તેમણે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. જનતા જેમ કહેશે તેમ નિર્ણય કરીશ તેમ કહ્યું હતું.

સાંતલપુર તા.પં.ના પૂર્વ પ્રમુખની અપક્ષ ઉમેદવારી

સાંતલપુર તા.પં.ના પૂર્વ પ્રમુખ વિલાસબા પ્રવિણસિંહ વાઘેલાએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. વિલાસબાના પતિ પ્રવિણસિંહ વાઘેલાએ જણાવ્યું કે, કોંગ્રેસ ગમે તે ઉમેદવાર બહારથી મૂકી દે, સ્થાનિકને કોઇ પૂછતુંયે નથી.

બહુચરાજીમાં ઠાકોરસેનાના ઉમેદવાર સામે વિરોધ

બહુચરાજી બેઠક પર કોંગ્રેસે ઠાકોર સેનાના બહુ ઓછા પરિચિત ભરતજી ઠાકોરને ટિકિટ આપતાં ભોપાજીના સમર્થકોમાં રોષ પ્રસર્યો છે. અને જિલ્લા-તાલુકા પંચાયતના કેટલાક સભ્યોએ રાજીનામાં આપ્યાની વાત વહેતી થઇ હતી.

વડગામથી ઇડર ગયા તો ત્યાંય મણિલાલનો વિરોધ

વડગામના ધારાસભ્ય મણિલાલ વાઘેલા સામે અસંતોષને લઇ પક્ષે તેમને ઇડર બેઠક પર ટિકિટ અાપી હતી. જોકે, અહીંના દાવેદાર રામાભાઇ સોલંકીએ ટિકિટ નહીં મળતાં પક્ષ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

72 સમાજના પ્રમુખ કિરીટ પટેલ અપક્ષના સહારે

બહુચરાજી બેઠક પર કોંગ્રેસ દ્વારા ટિકિટ નહીં અપાતાં 72 કડવા પાટીદાર સમાજના પ્રમુખ કિરીટભાઇ પટેલ (દેવગઢ)એ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. ભરત ઠાકોરનું નામ જાહેર થતાં સમર્થકોએ નારાજ થયા હતા.

પાટણ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખે બળવો પોકાર્યો

પાટણ વિધાનસભા બેઠક પર ભાજપના દાવેદાર પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મંગાજી ઠાકોરે ટિકિટ નહીં મળતાં અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું. તેમણે જણાવ્યું કે, સમાજના કહેવાથી મેં ફોર્મ ભર્યું છે જે હવે પાછું ખેંચવાનો નથી.

ડીસામાં ભાજપે શશીકાંત પંડ્યાને ઉમેદવાર જાહેર કરતાં ઠાકોર સમાજના લોકોએ હવાઈ પિલલર ખાતે ભેગા થઇ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા આરોગ્ય મંત્રી શંકર ચૌધરી હાય હાયના નારા લગાવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં પાંચ લાખ મતદારો હોવા છતાં ઠાકોર સમાજને માત્ર એક ટિકિટ આપતાં લોકો ભડક્યા હતા.

પૂર્વાનુમાન | દિવસેસામાન્ય ગરમી, રાત્રે ઠંડી યથાવત રહેશે.

અન્ય સમાચારો પણ છે...