• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • મહેસાણામાં ગૌરવ મહાસંમેલનમાં ના.મુખ્યમંત્રી, જીતુ વાઘાણીના કોંગ્રેસ પર ચાબખા, કોંગ્રેસના રેખા

મહેસાણામાં ગૌરવ મહાસંમેલનમાં ના.મુખ્યમંત્રી, જીતુ વાઘાણીના કોંગ્રેસ પર ચાબખા, કોંગ્રેસના રેખાબેન ચૌધરી,ર્ડા અનિલ નાયક ભાજપમાં જોડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલિટીકલ રિપોર્ટર | મહેસાણા

70વર્ષથી કોંગ્રેસ ગરીબ પ્રજાને લૂંટીને ભેગો કરેલો દલ્લો જાય નહી તેની મથામણમાં છે રાહુલ.હવે લડાઇ સેવાની નહીં પરંતુ દલ્લા માટેની છે.તેવુ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં મહેસાણા ખાતે આયોજીત ગૌરવ મહાસંમેલનમાં જાણાવ્યું હતું.મહેસાણાના વિસનગર રોડ પર આવેલ તિરૂપતિ બંગ્લોઝ પાસે વરસાદ વચ્ચે યોજાયેલ ગૌરવ મહાસંમેલમા કોગ્રેસમાંથી રાજીનામુ આપનાર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રેખાબેન ચૌધરી અને જાણીતા ર્ડોકટર અનિલભાઇ નાયક ભાજપમા જોડાયા હતા.

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કોંગ્રેસે ભ્રષ્ટાચારથી ભેગી કરેલી રકમને દલ્લા તરીકે ઓળખાવતા કહ્યું કે, શક્તિસિંહ ધારાસભ્ય છે પરંતુ તેઓ રાહુલ ગાંધીના સીધા વારસદાર અને વચ્ચે કોઇ નથી તેવુ માને છે પરંતુ તેમને ખબર નથી કે પ્રિયંકા અને ભાણિયો છે.રાહુલ ગાંધીની ઉંમર થશે ત્યારે તેમનો ભાણીયો મોટો થશે પછી તે વાઢરા હોય તોય શું દલ્લો જવો ના જોઇએ.હવે લડાઇ સેવાની નથી દલ્લાની છે.મહેસાણામાં પણ એક છે જે ગલ્લો લઇને ફરે છે હવે ગલ્લો સાચવવાની લડાઇ છે.તેમણે કહ્યું કે, 50 ટકા અનામત આપવાની વાતો કરી કુંણીયે ગોળ ચોટાડનારોની વાતોમાં ના આવશો.કોંગ્રેસમા જુઠ્ઠાણાઓ સિવાય કાંઇ નથી.

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કોગ્રેસ ગુજરાતમાં નવસર્જન માટે નહી પણ વિસર્જન માટે આવી છે.તમામ ઓપીનિયનમા ભાજપ જીતે છે તેવુ જણાવતા કહ્યું કે,કોંગ્રેસ કોકના આશરે જીતવા નીકળી છે.

બહેન મેં તો પહેલાં કહ્યું હતું: ભાજપમાંજોડાયેલા રેખાબેન ચૌધરીને આવકારવાની નિતિનભાઈની નમસ્કારની મુદ્રા ચર્ચામાં રહી હતી.

અન્ય સમાચારો પણ છે...