ઊંચા ભાવ રૂ.860થી રૂ.924એ પહોંચ્યા, હજુ વધશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરમાર્કેટયાર્ડમાં છેલ્લા એક સપ્તાહમાં અડદના ભાવમાં 60 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. તે અગાઉ અડદના ભાવ રૂ.860 ઉંચા હતા, જે હાલમાં રૂ.924એ પહોંચી જતાં ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. જ્યારે આગામી સમયમાં ભાવ વધવાની આશા માર્કેટયાર્ડના સૂત્રોએ વ્યક્ત કરી હતી.

વિસનગર માર્કેટયાર્ડમાં ઉત્તર ગુજરાતમાંથી ખેડૂતો તેમના માલનું વેચાણ કરવા આવે છે. જેમાં અનાજ, કઠોળ સહિત કપાસની આવક વધુ રહેતી હોય છે. માર્કેટયાર્ડમાં બોલાયેલી હરાજીમાં છેલ્લા સપ્તાહમાં અડદના ભાવમાં સુધાર જોવા મળી રહ્યો છે. ગત 28મી નવેમ્બરે અડદના ભાવ રૂ.600થી રૂ.854 બોલાયા હતા. જે 4 નવેમ્બર સોમવારે રૂ.600થી રૂ.924 સુધી ઉંચકાયા હતા. અંગે માર્કેટયાર્ડના સૂત્રોએ જણાવ્યું કે, અડદના ભાવમાં સુધારો આગામી સમયમાં પણ ચાલુ રહી શકે છે.

તારીખ ભાવ (રૂપિયા)

28 600-854

29 600-864

30 600-881

01 600-890

02 600-876

03 600-924

04 600-924

અન્ય સમાચારો પણ છે...