વાવાઝોડા કે માવઠાંથી પાકને રીતે રક્ષણ આપવું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મગફળીનો જથ્થો તાડપત્રીથી ઢાંકવામાં આવ્યો


ઓખીવાવાઝોડાની અસરરૂપે સમગ્ર ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે પવન સાથે માવઠાની આગાહી વચ્ચે સોમવારે પાટણ જિલ્લાના પાટણ, રાધનપુર, સરસ્વતી, હારિજ અને સમી પંથકમાં તેમજ બનાસકાંઠાના ડીસા, અમીરગઢ અને ઇકબાલગઢ પંથકમાં છુટાછવાયા વરસાદી છાંટા પડતાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ ખડો થયો છે. મહેસાણા સહિતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાતાં અને માવઠાની સંભાવનાનો પગલે રવિ ખેતી પર સંકટના વાદળો ઘેરાતાં ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. બદલાયેલા હવામાનના કારણે 4થી 7 ડિસેમ્બર સુધી સરકારી અધિકારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા તેમજ જરૂરી પગલાં લેવા સૂચના અપાઇ છે.

હજુ બે દિવસ ઠંડીની સ્થિતિ યથાવત રહેશે

પલટાયેલાવાતાવરણના કારણે સોમવારે મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન બે ડિગ્રી, જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાનું તાપમાન 1.4 ડિગ્રી ગગડ્યું હતું. ગરમીનો પારો ગગડતાં દિવસ દરમિયાન પણ ગરમ કપડાંનો સહારો લેવો પડ્યો હતો. હજુ બે દિવસ ઠંડીની સ્થિતિ યથાવત રહેશે. 7 ડિસેમ્બરે વાદળોનું સામ્રાજ્ય થોડું હળવું થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

વિસનગર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ખરીદ કરેલો મગફળીનો જથ્થો વાતાવરણ વાદળછાયું બનતાં તાડપત્રીથી ઢાંકવામાં આવ્યો હતો. -ભાસ્કર

{ મગફળી માવઠાથી ભીંજાય તે માટે સુરક્ષિત સ્થળે ખસેડવી.

{ કપાસની વીણી બાકી હોય તો માવઠા પહેલાં ઉતારો લઇ લેવો.

{ વરિયાળી, રાઇ, જીરૂ, ઘઉં જેવા પાકોનું પિયત ટાળવું.

{ ખેતરમાં ઘાસચારાના ઢગલાં વ્યવસ્થિત જગ્યાએ ઢાંકી લેવા.

{ ફળ અને શાકભાજી ઉતારીને બજારમાં પહોંચતા કરી દેવા.

{ જીરામાં કમોસમી વરસાદથી કાળીયો કે ભૂકી છારા રોગ થઇ શકે છે. તેના નુકશાનથી બચવા વરસાદ પહેલા અને બાદ તાત્કાલીક મેન્કોઝેબ 75 ટકા વેટેબલ નામના ફુગનાશક પાવડર 25 થી 30 ગ્રામ 10 લીટર પાણીમાં દેશી સાબુના સંતુલિત દ્રાવણ સાથે છંટકાવ કરવા.

{ વરિયાળીમાં ચરમીના નિયંત્રણ માટે મેન્કોઝેબ દવા 25 ગ્રામ 10 લીટર પાણીમાં ઉમેરી 25 મીલી સાબુના સંતૃપ્ત દ્રાવણનું મિશ્રણ કરી છાંટવા ભલામણ છે.

અન્ય સમાચારો પણ છે...