તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વિસનગરના ગામોમાં વિકાસ માટે ~ 1.23 કરોડની ગ્રાન્ટ મંજૂર

વિસનગરના ગામોમાં વિકાસ માટે ~ 1.23 કરોડની ગ્રાન્ટ મંજૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરતાલુકાના ગામડાઓના વિકાસ માટે તાલુકા પંચાયત દ્વારા આયોજન સમિતિમાંથી રૂ.1.23 કરોડ ગ્રાન્ટ મંજૂર કરાઇ છે.

તાલુકા પંચાયત દ્વારા તાલુકાના ગામડાઓનો વિકાસ થાય તે માટે અગાઉ અલગ અલગ દરખાસ્તો કરવામાં આવી હતી જેમાં વહીવટીતંત્ર દ્વારા 1.23 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઇ છે. ગ્રાન્ટમાંથી તાલુકાના વિવિધ ગામડાઓના રોડ, પાઇપલાઇન, ગટરલાઇન સહિતના કામોનો સમાવેશ થાય છે. અંગે આયોજન સમિતિના અધ્યક્ષ અને તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે મંજૂર કરાયેલ ગ્રાન્ટ પૈકી 99.39 લાખ રૂપિયા સામાન્ય કામોમાં વાપરવામાં આવશે જ્યારે 8.80 લાખ રૂપિયા એસ.સી. વિસ્તારમાં વાપરવામાં આવનાર છે. 15 લાખ રૂપિયા અન્ય ગ્રાન્ટ માટેના મંજૂર કરવામાં આવ્યા છે જેમાં 50 ટકા લોકફાળાથી કામો કરવામાં આવશે અને તમામ કામો એપ્રિલ માસમાં શરૂ થઇ જશે તેમ જણાવ્યું હતું.