તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • ‘ભ્રષ્ટાચાર આતંકવાદને નાથવા નોટબંધી જેવા નિર્ણયો લેવા પડે’

‘ભ્રષ્ટાચાર-આતંકવાદને નાથવા નોટબંધી જેવા નિર્ણયો લેવા પડે’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરમાંઆવેલ સાંકળચંદ પટેલ ખાતે યુનિવર્સિટી ખાતે યોજાયેલ રહેલ નૂતન અમૃત મહોત્સવમાં ઉપસ્થિત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને નૂતન સ્કુલના ભુતપૂર્વ વિદ્યાર્થીની આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે પોતાના ઘર આગળ શાળાકીય અભ્યાસ કરી જીવનનું ઘડતર કરી શકાય તે માટે કપરા સંજોગોમાં સંસ્થા ઉભી કરનાર સંસ્થાપકોનો ઋણ ચુકવવાનો અવસર છે. વધુમાં તેમણે નોટબંધી વિશે આતંકવાદ, ભ્રષ્ટાચારને નિર્મુળ કરવો હશે તો આવા નિર્ણયો લેવા પડશે તેમ જણાવ્યું હતું. પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના અગ્રણીઓએ પ્રવચન કર્યા છે.

વિસનગરમાં આવેલ નુતન કેળવણી મંડળ સંચાલિત નૂતન સર્વ વિદ્યાલયને 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે રવિવારના રોજ સવારે ભુતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહી પોતાની જુની યાદો તાજી કરી હતી. જ્યારે સાંજે યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયેલ સન્માન સમારંભમાં હાજર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને નૂતન સ્કુલના પૂર્વ વિદ્યાર્થીની આનંદીબેન પટેલે નોટબંધી વિશે પોતાના મંતવ્ય આપતાં જણાવ્યું કે, દેશમાંથી ભ્રષ્ટાચાર, કાળા નાણા અને આતંંકવાદને નાબુદ કરવા આવા નિર્ણયો લેવા પડશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે વડીલોએ જે શિક્ષણનો પાયો નાંખ્યો છે તેનો લાભ આવનાર પેઢીને થવાનો છે જેથી તેમનો ઋણ સ્વીકાર કરીએ તેમ જણાવ્યું હતું. પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ, ભાગવત કથાકાર ભુપેન્દ્રભાઇ પંડ્યા સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક કર્યા હતા. સાંકળચંદ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ પ્રકાશભાઇ પટેલે આવાનાર સમયમાં યુનિવર્સિટીના રાહબરી હેઠળ હજુ પણ શિક્ષણની વિવિધ સંસ્થાઓ દ્વારા નવા સોપાનો સર કરવાના હોવાનું જણાવ્યું હતું. પ્રસંગે ભુતપુર્વ વિદ્યાર્થીઓ, નિવૃત્ત આચાર્યોનું સન્માન કરાયું હતું. જ્યારે પ્રસંગે નૂતન અમૃત મહોત્સવ 2016ના પુસ્તકનું વિમોચન કરાયુ હતું. પૂર્ણાહુતિએ વિદ્યાર્થીઓ તેમજ ભુતપૂર્વ વિદ્યાર્થીઓ અને શહેરના અગ્રણીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...