• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • ઊંઝામાં ત્રણ અને વિસનગરમાં એક ઈંચ વરસાદ : સોસાયટીઓમાં પાણી ભરાયાં

ઊંઝામાં ત્રણ અને વિસનગરમાં એક ઈંચ વરસાદ : સોસાયટીઓમાં પાણી ભરાયાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાસહિત સમગ્ર જિલ્લામાં વાવાઝોડા સાથે ત્રીજા દિવસે વરસાદ અવિરત અનરાધાર રહ્યો હતો.સોમવારે ઊંઝામાં ત્રણ અને વિસનગરમાં એક ઈંચ વરસાદ પડતાં સંખ્યાબંધ સોસાયટીઓમાં પાણી ભરાયાં હતા.

વિસનગર સહિત પંથકમાં શનિવાર સાંજથી શરૂ થયેલ વરસાદે થોડોક વિરામ લીધો હતો ત્યારબાદ રવિવારે વહેલી સવારથી શરૂ થયેલ વરસાદ સોમવારે સાંજ સુધી ચાલુ રહેતાં પંથકમાં હેલી સર્જાઇ હતી. જેમાં શહેરના એસ.ટી. ડેપો વિસ્તારમાં પાણી ભરાઇ જતાં મુસાફરોને ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડ્યો હતો જ્યારે શહેરની નીચાણવાળી સોસાયટી સહિત કાંસા એન.એ. વિસ્તારમાં પણ પાણી ભરાઇ જવા પામ્યો છે.

ઊંઝામાં ભરતનગર નાળુ વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા.અસહ્ય કચરો હોવાના કારણે વરસાદી પાણીનો નિકાલ થતાં ગંદુ પાણી ઉભરાઈને આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યું હતું . જેથી લોકો ગંદા અને દુર્ગંધયુકત પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ઊંઝા મેઈન બજારમાં આવેલી મહિલા કોલેજ આગળ પાણી ભરાવાના કારણે ભારે વરસાદમાં મીની સરોવર જેવા દ્રશ્યો સર્જાયા હતા. અમુક નીચાણવાળા મહોલ્લા સોસાયટીઓ અને જૂના રહેણઆંક વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાને કારણે નગરજનો વરસાદી માહોલમાં ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોતાં આગામી દિવસોમાં ભારે થી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

ભરતનગર નાળાની સફાઈ સામે ઊંઝા પાલિકાને વાંધો

દરવર્ષે ચોમાસામાં આપ્રકારની સમસ્યા સર્જાય છે.તેમ છતાં પાલિકાતંત્ર ચોમાસા પહેલા આવા નાળાઓની સફાઈ પ્રત્યે દુર્લક્ષ સેવે છે. પાલિકાતંત્રે નાળાની સફાઈ કરાવતાં ગંદુ પાણી આસપાસની સોસાયટી અને રોડ ઉપર ફરી વળ્યું છે.જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

ઊંઝામાં ત્રણ ઈંચ વરસાદથી નાળામાં પાણી ભરાઈ ગયું હતું./ ભાસ્કર

વિસનગરમાં એસ.ટી. ડેપો વિસ્તારમાંપાણી ભરાઇ ગયા હતા./ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...