• Gujarati News
  • ઊંઝા ખાતે અંધજન ધ્વજદિન અને હિંદી દિનની ઉજવણી કરાઈ

ઊંઝા ખાતે અંધજન ધ્વજદિન અને હિંદી દિનની ઉજવણી કરાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા ખાતે અંધજન ધ્વજદિન અને હિંદી દિનની ઉજવણી કરાઈ

ઊંઝા |ઊંઝાની શેઠ એમ આર એસ હાઈસ્કૂલમાં શાળાના નિયામક સી.સી.પટેલની અધ્યક્ષતામાં અંધજન ધ્વજદિન તથા હિંદી દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રંસગે ખાસ ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ વિસનગરના શિક્ષક જતીનભાઈ ગુર્જરે જણાવ્યું હતું કે આપણે અંધજનોને તમામ પ્રકારે મદદ કરવી જોઈએ તેમજ તેમને રોજગારી પ્રાપ્ત થાય અને તેઓ સ્વનિર્ભર બને માટેના પ્રયત્નો કરવા જોઈએ. ઉજવણી અંતર્ગત શાળાના શિક્ષક એન બી પારેખે, ધો.9ના વિદ્યાર્થી રાજ રાજપૂતે પણ હિંદીભાષાના મહત્વ પર પ્રવચન આપી હિંદીનો ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો. શાળા આચાર્ય સી એચ ખરાડી અને રામાજી ઠાકોરે આજના કાર્યક્રમના સંદર્ભે બંને દિવસોને વ્યવહારમાં અમલમાં મુકવા અંગે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.