થલોટાની પરિણીતાના ગુમ થતાં શોધખોળ
વિસનગર : વિસનગરતાલુકાના થલોટા ગામમાં કુદરતી હાજતે જવા નીકળેલ પરિણીતા ગુમ થઇ જતાં તેણીના પરિવારજનોની શોધખોળ બાદ પણ ભાળ મળતાં અંગે પોલીસને જાણ કરાઇ છે. તાલુકાના થલોટા ગામમાં રહેતી ઠાકોર સોનલબેન વિક્રમજી નામની પરિણીતા રવિવારના રોજ સવારે કુદરતી હાજતે જવા નીકળી હતી જે માંડી સાંજ સુધી પરત ફરતાં તેણીના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.